Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

પાણીના ધાંધીયા... વોર્ડ નં. ર, ૭,૮, ૧૦, ૧૧ના અડધા વિસ્‍તારોમાં ત્રણ કલાક મોડુ પાણી વિતરણ

ન્‍યારીનો વાલ્‍વ ન ખુલતા આ વિસ્‍તારમાં પાણી વિતરણમાં અસર : ગૃહિણીઓમાં રોષ

રાજકોટ, તા. રર :  શહેરમાં પાણીના ધાંધિયાનો સીલ સીલો યથાવત જોવા મળી રહ્યો છે. કેમકે ગત રવિવારે હજુ પાંચ વોર્ડમાં પાણી કાપ મુકવામાં આવ્‍યો હતો. તો આજે એ પાંચ વોર્ડના અડધા વિસ્‍તારોમાં ૩ કલાક પાણી મોડુ વિતરણ થતા ગૃહિણીમાં દેકારો બોલી ગયો હતો.
આ અંગે મનપાના વોટર વર્કસ શાખાના સતાવાર સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ન્‍યુ રાજકોટના વિસ્‍તારોમાં ન્‍યારી-૧ ડેમોમાંથી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. જો પાણી લાઇન કે કોઇ ટેકનીકલ ક્ષતી થાય તો વેસ્‍ટ ઝોનનાં વિસ્‍તારોમાં પાણી વિતરણ વ્‍યવસ્‍થા પર સીધી અસર જોવા મળે રહે છે. દરમિયાન આજે સવારે ન્‍યારી ડેમનો વાલ્‍વ ન ખુલતા વોર્ડ નં. ર, ૭,૮,૧૦,૧૧ ના અડધા વિસ્‍તારોમાં ૩ કલાક મોડુ પાણી વિતરણ થતા ગૃહિણીઓનાં રોષ જોવા મળ્‍યો હતો.  અત્રે નોંધનીય છે કે, કે.કે.વી. ચોકમાં ચાલી રહેલ બ્રીજના કામમાં નડતર રૂપ પાણીની લાઇન શીફટીંગના કારણે રવિવારે વોર્ડ નં. ર,૯,૧૦,૧૧ ના પાંચ વોર્ડ ના અડધા વિસ્‍તારોમાં પાણીકાપ મુકવામાં આવ્‍યો હતો.

 

(3:46 pm IST)