Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

ભાજપ લીગલ સેલ દ્વારા આવતીકાલે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ-શોનું આયોજન

કાલે બુધવારે કોસ્મોપ્લેકસ ખાતે વકીલો ફિલ્મ નિહાળશે

રાજકોટ તા. રરઃ રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ દ્વારા આવતીકાલ બુધવારનાંરોજ સાંજના ૭-૩૦ વાગ્યાનો કોસ્મોપ્લેકસ સિનેમા ખાતે ''ધ કાશ્મીર ફાઇલ્સ'' ફિલ્મ-શોનું આયોજન કરવામાં આવેલ છે.

હાલમાં સિનેમા ઘરોમાં ધુમ મચાવતી ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ વકીલો નિહાળી શકે તે માટે રાજકોટ ભાજપ લીગલ સેલના અધ્યક્ષ અંશ ભારદ્વાજ અને સી. એચ. પટેલ દ્વારા આવતીકાલે કોસ્મોપ્લેકસ સિનેમા ખાતે સાંજે ૭-૩૦ વાગે શો-નું આયોજન કરવામાં આવેલ છે. તેમાં વકીલોને માત્ર રૃા. ૧૦૦ના ટોકનદરે ફિલ્મ બતાવવામાં આવશે બાકીનો ખર્ચ ભાજપ લીગલ સેલ દ્વારા કરવામાં આવશે.

જે કોઇ વકીલો ફિલ્મ જોવા ઇચ્છુક હોય તેઓએ વહેલા તે પહેલાના ધોરણે એડવોકેટ ધર્મેશ સખીયા મો. નં. ૯૯૭૪૯ ૯૦૦૦૭ તેમજ પરેશ પાદરીયા મો. નં. ૯૮રપ૬ ૬૮૦પ૦, રૃદ્રા ભટ્ટ મો. નં. ૯૮ર૪૧ ૧૬૯૦૯, અને યોગેશ ઉદાણી ૯૪ર૮૦ ૦૪૪પ૬ અને સી. એચ. પટેલ પાસે નામો નોંધાવવા જણાવાયું છે.

રાજકોટ ભાજપ લીગલ સેલ દ્વારા બહોળી સંખ્યામાં વકીલોને લાભ લેવા જણાવાયું છે. આ કામમાં કલેઇમ બાર, નોટરી બાર એસો. અને ક્રિમિનલ બાર એસો. દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે.

(3:30 pm IST)