Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

માલીયાસણની જમીન અંગે હક્ક પત્ર કે દાખલ થયેલ નોંધને પ્રમાણિત કરવાનો આદેશ

રાજકોટ,તા.૨૨ : રાજકોટ જીલ્લાના ગામ માલીયાસણના સર્વેનં.૧૫૯ પૈકી૧ની જમીન હે.આ.ચો.મી.૧-૧૪--૩૨ ના હકકપત્રકે દાખલ થયેલ નોંધ નં. ૧૪૧૭ને પ્રમાણિત રાખવાનો હુકમ  નાયબ ક્‍લેકટર સંદિપકુમાર વર્મા , પ્રાત અધિકારી-૨ , રાજકોટે ફરમાવેલ હતો.

સદરહું વિગત જોતા અરજદારો   કરશનભાઈ સવાભાઈ પરમાર વિગેરે પાંચ એ સવાભાઈ સાજણભાઈ પરમાર તથા મંગાભાઈ સાજણભાઈ પરમાર બન્નેએ રજી.દસ્‍તાવેજનં. ૧૧ ૮ થી તાઃ- ૨૪/૦૩/૧૯૭૧ ના રોજ જાડેજા જીલુભા પથભા પાસેથી રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના મોજે ગામઃ માલીયાસણના ખાતા નં. ૬૪ તે સર્વે નં. ૧૫૯ ની જમીન એ.ગુ.૫-૨૫ ખરીદ કરેલ હતી. તેમજ આ અંગેની નોંધ ગામ દફરતે નમુના નંબર-૬ (હકક પત્રક) માં નોંધ નં.૩૭૪થી તાઃ- ૦૧/૦૫/૧૯ ૭૧ થી પડેલ હતી. ત્‍યાર બાદ સંયુક્‍ત ખાતે આવેલ જમીન માહે ના ખાતેદાર મંગાભાઈ સાજણભાઈ ઈ.સ. ૧૯૯૦ માં અવસાન પામતા તેમના વારસદાર તેમના પત્‍ની કેસરબેન મંગાભાઈની નોંધ દાખલ કરવામાં આવેલ હતી. જેમા સમય જતા તાઃ- ૨૯/૦૮/૧૯૯૮ ના રોજ સવાભાઈ સાજણભાઇ પરમારનું અવસાન થયેલ જેથી વારસદારોના નામ દાખલ કરવા માટે અરજી કરવામાં આવેલ.

નાયબ મામલતદાર આ અંગેની નોંધ ગામ નમુનામાં નોંધ નં. ૧૪૧૭ થી મંજુર કરેલ હતી. તેવી તકરાર ઉઠાવતી ખોટી અપીલ આ કામના અરજદારોએ ત્રેવીસ વર્ષો બાદ રાજકોટના નાયબ કલેકટર ને ક રેલ હતી. જેમાં સદરહું કામે સામાવાળા તરીકે મામલતદાર રાજકોટ, સર્કલ ઓફીસર  રાજકોટ, તલાટી કમ મંત્રી માલીયાસણ તથા અમરશીભાઈ પરમારને જોડવામાં આવેલ હતા.જેમાં અમરશીભાઈ પરમાર વતી એડવોકેટ  ભરતસિંહ જે. ગોહીલ રોકાયેલ હતા. જેઓએ સામાવાળા તરફે રજુ કરેલ સચોટ જવાબ વાંધાઓ,આધાર પુરાવા, કોર્ટ જજમેન્‍ટ તેમજ લેખીત દલીલોને ધ્‍યાને લઈ આ કામે સદરહું અપીલની યોગ્‍ય ન્‍યાયીક કાર્યવાહી કરી નાયબ કલેકટર   સંદિપકુમાર  અરજદારનો હેતું શુધ્‍ધ ન હોવાનું જણાવી તથા રજુ થયેલ આધાર પુરાવા તથા રેવન્‍યુ રેકર્ડને ધ્‍યાને લઈ આ કામના સામાવાળા શ્રી અમરશીભાઈ સવાભાઈ પરમારની રેવન્‍યુ નોંધ નં. ૧૪૧૭ને યોગ્‍ય હોવાનું ઠરાવી આ કામના અરજદારોએ કરેલ અરજીને નામંજુર કરી,સામાવાળાનો હકક કાયમી રાખતો ન્‍યાયીક ચુકાદો આપેલ હતો.

 સદરહું કામે સામાવાળાના એડવોકેટ તરીકે રાજકોટના ધ રાજપુતાના લો હાઉસના ધારાશાષાી ભરતસિંહ જે.ગોહિલ, કીર્તિસિંહ ઝાલા, જીતેન્‍દ્રસિંહ જાડેજા, સતીષ મુંગરા, રોહીત મંગરા રોકાયેલ.

ભરતસિંહ ગોહિલ

એડવોકેટ

(3:14 pm IST)