Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

થોરાળાના રામનગરમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ અશોકને વ્‍હીસ્‍કી-વોડકાની બોટલો સાથે પકડયો

૧૨૫૦૦નો દારૂ કબ્‍જેઃ અગાઉ પણ ત્રણ વખત પકડાયો હતો

એએસઆઇ સી. એમ. ચાવડા, હેડકોન્‍સ. કરણભાઇ મારૂ અને અભીજીતસિંહ જાડેજાની બાતમી પરથી પીએસઆઇ એ. આર. વરૂની ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૨: નવા થોરાળા રામનગર-૪-બમાં રહેતાં અશોક ઉર્ફ લાલો ભલાભાઇ સિંધવ (ઉ.૩૪) નામના શખ્‍સ પાસે ઘરમાં દારૂનો જથ્‍થો હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી રૂા. ૧૨૫૦૦ના મેજીક મોમેન્‍ટ તથા ઓલ સિઝન્‍સની બોટલો સાથે પકડી લીધો હતો.

ડીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ સી. એમ. ચાવડા, હેડકોન્‍સ. કરણભાઇ મારૂ અને અભીજીતસિંહ જાડેજાને મળેલી બાતમી પરથી દરોડો પાડવામાં આવતાં દારૂ-વોડકાની પચ્‍ચીસ બોટલો મળતાં અશોકને સકંજામાં લઇ તે દારૂ ક્‍યાંથી લાવ્‍યો? તે જાણવા રિમાન્‍ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અશોક અગાઉ પણ થોરાળા અને એ-ડિવીઝન પોલીસમાં દારૂના ત્રણ ગુનામાં સંડોવાઇ ચુક્‍યો છે. સીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ એ. આર. વરૂ, એએસઆઇ સી. એમ. ચાવડા, બી.આર. ગઢવી, જે. વી. ગોહિલ, હેડકોન્‍સ. અભીજીતસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, ભાવીનભાઇ રતન, કરણભાઇ મારૂ, કોન્‍સ. ઇન્‍દ્રજીતસિંહ ગોહિલે આ કામગીરી કરી હતી. (૧૪.૫)

(2:38 pm IST)