Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

અમૃત મહોત્‍સવમાં કમળાકાર યજ્ઞશાળાઃ ૭૫ કુંડી શ્રીધર યજ્ઞ : ૧૦૦૮ જળયાગ

ગુરૂકુળ દ્વારા મવડી - કણકોટ રોડ પર દિવ્‍ય - ભવ્‍ય આયોજન : ભક્‍તોને યજ્ઞ દર્શન અને જલાભિષેકનો લાભ મળશે : પ્રભુ સ્‍વામી

રાજકોટ તા. ૨૧ : શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સંસ્‍થાન રાજકોટ દ્વારા તારીખ ૨૨ થી ૨૬ ડિસેમ્‍બર સુધી રાજકોટની મવડી ચોકડીથી અઢી કિલોમીટર દૂર આવેલ મવડી કણકોટ રોડ પર ભવ્‍ય અમૃત મહોત્‍સવ યોજાનાર છે. આ મહોત્‍સવ અંતર્ગત સ્‍થળ પર સહજાનંદ નગરમાં ૭૫ ફૂંડી શ્રીધર યજ્ઞ અને એક હજાર આઠ ૧૦૦૮ જળયાગ યોજાશે . બંને પ્રકારના યજ્ઞનું આધ્‍યાત્‍મિક દ્રષ્ટિએ અનેરૂં મહત્‍વ છે.

ભારતીય સંસ્‍કૃતિમાં સમષ્ટીના હિત અર્થે, સમગ્ર બ્રહ્માંડના અદ્રશ્‍ય તત્‍વો :: પૃથ્‍વી, જળ, વાયુની સમતુલા માટે, જીવનચક્રને સુચારૂ નિભાવવા માટે, વિવિધ દેવતાઓની પ્રસન્નતા માટે, ઐશ્વર્યની પ્રાપ્તિ માટે , સકામ અને નિષ્‍કામ યજ્ઞોની પરંપરા ઋષિ-મુનિઓએ પ્રસ્‍થાપિત કરી છે.

ગીતાજીમાં ભગવાન શ્રીકૃષ્‍ણ ચંદ્રજી કહે છે યજ્ઞથી વરસાદ થાય છે અને વરસાદથી અનાજ આદિ ધનધાન્‍યાદિ પાકે છે.

આપણી આ યજ્ઞ પરંપરા અધ્‍યાત્‍મ પોષક છે અને સંપૂર્ણ વૈજ્ઞાનિક છે. ᅠસૃષ્ટિના અનેક રહસ્‍યો પણ યજ્ઞ સાથે જોડાયેલા છે. યજ્ઞ ફૂંડોની આકૃતિઓ, ᅠયજ્ઞ ફૂંડમાં હોમાતા સમિધ- દ્રવ્‍યો ધી વગેરેથી અકલ્‍પનીય લાભ થઇ રહ્યા છે, જે આજનું વિજ્ઞાન પણ જણાવે છે. આવી અજોડ પરંપરાનું ભગવાન શ્રી સ્‍વામિનારાયણે ખૂબ પોષણ અને જતન કરેલું છે . એ પરંપરા અનુસાર રાજકોટ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલના માધ્‍યમથી ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્‍વામીએ વિશેષ તેનું પ્રવર્તન કરેલું છે . ᅠ

આજે પણ ગુરુવર્ય શ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામીના આશીર્વાદ અને પ્રેરણાથી સ્‍વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્‍થાનની વિવિધ શાખાઓમાં નિયમિત યજ્ઞયાગ આદિક થઈ રહેલ છે.  આ યજ્ઞ ભક્‍તોના અધ્‍યાત્‍મનો પોષક છે. મનોકામનાને ᅠપૂર્ણ કરનારો છે. વાતાવરણને શુદ્ધ કરે છે અને આરોગ્‍યવર્ધક છે એમ શ્રી પ્રભુ સ્‍વામીએ જણાવ્‍યું હતું.

વધુમાં તેઓશ્રીએ કહ્યું હતું કે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્‍થાનના ૭૫ વર્ષના અવસરે જયારે અમૃત મહોત્‍સવ ઉજવાનાર છે એ પ્રસંગે અનેકવિધ શૈક્ષણિક અને સામાજિક સેવા કાર્યોની સાથે ભક્‍તિમય શ્રી મહાવિષ્‍ણુયાગ કહેતાં યજ્ઞનું પણ એક આયોજન કરવામાં આવ્‍યું છે.

૭૫ યજમાનો સફેદ ધોતિ પહેરશે અને પીળી શાલ ઓઢીને યજ્ઞનો લાભ લેશે. પવિત્ર નિર્વ્‍યસની ભૂદેવો મંત્રોના ગાન સાથે યજમાનોને આહૂતિઓ અપાવશે.

આ પ્રસંગે શાસ્ત્રોમાં બતાવેલા વિવિધ યજ્ઞોની વાત રાજકોટ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વિવિધ કર્મકાંડ કરાવી રહેલા શ્રી કિશોરભાઈ દવેએ કહ્યું હતું કે રાજસૂય યજ્ઞ, અશ્વમેધ યજ્ઞ, વાજપેય યજ્ઞ, મારૂતિ યાગ, રૂદ્રયાગ અને વિષ્‍ણુયાગ વિશેષણે પ્રખ્‍યાત છે. તેના ફૂંડો પણ જે તે દેવોની પ્રસન્નાર્થે વિવિધ પ્રકારના હોય છે. જેમાં શ્રીધર ફૂંડ - કમળ ફૂંડ, ચોરસ ફૂંડ, અર્ધવર્તુળ આકારનો ફૂંડ, ત્રિકોણ આકારના કૂંડ, ષટકોણ ફૂંડ વગેરે આકાર પ્રકારના ફૂંડો કહેલાં છે. અહીં રાજકોટના કણકોટ મવડી રોડ ઉપર સહજાનંદનગરમાં યોજાનાર અમૃત મહોત્‍સવમાં શ્રીધર ફૂંડી યજ્ઞ યોજાશે. શ્રી એટલે લક્ષ્મીજી. તેમનું આસન કમળ છે. કમળાકાર ફૂંડને શ્રીધર કહે છે. ૭૫ ફૂંડોને સમાવતી યજ્ઞશાળા પણ કમળાકાર બનાવાશે. કમળની પાંખડીઓમાં ફૂંડોની રચના કરાશે. આ યજ્ઞશાળામાં પરિવાર સહિત ગણપતિજીનું સ્‍થાપન, વાસ્‍તુદેવ સ્‍થાપન, યોગીની મંડળ અર્થાત મહાલક્ષ્મી સહિત ૬૪ માતાઓનું સ્‍થાપન, બ્રહ્માદિ દેવો, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી સ્‍વામિનારાયણ ભગવાન, ક્ષેત્રપાળ, નવ ગ્રહમંડળ, શિવજી, બ્રહ્માજી, અગ્નિ વગેરે દેવોનું સ્‍થાપન થશે. ᅠ

યજ્ઞમાં હોમવા માટેના લાકડા પણ શાષાો અને રૂષિમુનિઓએ પ્રતિપાદિત કરેલ જેવા કે ખેર, ઉંમરો, અધેડો, પીપળો, ખીજડો, આંકડો, ખાખરો,અડાયા છાણા વગેરે વપરાશે. જેનો સંગ્રહ એક વર્ષ પહેલાથી કરવાનો શરૂ કરાયેલ. કાષ્ટની સાથે જવ, તલ, ડાંગર, કમળકાકડી, કપૂરકાચલી, તમાલપત્ર, સુગંધવાળો, ધી તથા દૂધમાં રાંધેલ હવિષ્‍યાન વગેરે સામગ્રીઓ અગ્નિ નારાયણને અર્પણ કરાશે. શ્રી પુરુષસૂક્‍ત, વિષ્‍ણુસહસ્ત્રનામ, સર્વમંગલ સ્‍તોત્ર, જનમંગલસ્‍તોત્ર, વગેરે વૈદિક સ્‍તોત્રના ગાન સાથે યજમાનો અનનિનારાયણને આહૂતિઓ અર્પશે. આ સમયે પ્રગટતી ધૂમ્ર શેરો વાયુને પ્રદૂષિતતામાંથી મુક્‍ત કરે છે. માણસની આંખને વિશેષ જયોતિ પ્રદાન થાય છે. જેનાથી તેમને સુસ્‍પષ્ટ જોવાની શક્‍તિ મળે છે.

સનાતન પરંપરાના પોષણ અર્થે આયોજિત આ યજ્ઞશાળાના મહિલા પુરુષો દર્શન કરી શકશે. યજ્ઞશાળાને પ્રદક્ષિણા કરી શકશે. પરંપરાથી કહેવાય છે કે ૧૦૮ પ્રદક્ષિણા કરનારને હોમ કરી રહેલા યજમાન જેટલું ફળ મળે છે તેમશ્રી પ્રભુ સ્‍વામી જણાવે છે.

જળાભિષેક

અમૃત મહોત્‍સવ સમયે તારીખ ૨૩ અને ૨૪ ડિસેમ્‍બર દરમ્‍યાન સહજાનંદનગર મવડી કણકોટ રોડ ખાતે ૧૦૦૮ જળયાગ યોજાશે. જેમાં શિવ મંદિરમાં મહાદેવજીના લીંગ ઉપર જળનો અભિષેક થતો રહેતો હોય છે તેમ ભગવાન શ્રી સ્‍વામિનારાયણની પ્રતિમા ઉપર ૧૦૦૮ મહિલા પુરુષો અભિષેક કરશે. કાસ્‍ટના સરવાથી ભગવાન ઉપર કેસર ચંદન મિશ્રિત સુગંધિમાન જળથી અભિષેક કરાશે. ‘ઓમ ᅠનમો ભગવતે શ્રી સ્‍વામિનારાયણાય નમ :' આ મંત્રના ઉચ્‍ચારણ સાથે ભગવાન ઉપર અભિષેક થતો રહેશે. સવારે ૮.૩૦ થી ૧૧.૩૦ અને બપોર પછી ૨.૩૦ થી ૫.૩૦ દરમ્‍યાન જળાભિષેક થશે.

અમૃત મહોત્‍સવના ઉપલક્ષ્યે વર્ષ દરમિયાન ૧૬૦૦ ઘરે જળાભિષેકનું આયોજન થયેલું. તેમાં ૨૬ કરોડ જેટલા મંત્રો જપાયેલા. ભક્‍તોના હધ્‍યમાં ભગવાન પ્રત્‍યે ભક્‍તિભાવ પ્રગટાવવા અમૃત મહોત્‍સવના ઉપક્રમે આવા અવનવા આયોજન સ્‍વામીશ્રી ધર્મવલ્લભદાસજી સ્‍વામીના માર્ગદર્શન અનુસારે થયેલા છે.

(3:36 pm IST)