Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ગોંડલના હડમતીયાની સીમમાં જુગાર રમતા ૬ શખ્સો પકડાયા

રાજકોટ તા.ર૧ : તાલુકાના હડમતીયા ગામના સીમમાં તાલુકા પોલીસે રેડ કરી જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને ઝડપી લીધા હતા.

ગોંડલના હડમતીયા ગામે માલ ટીંબી વિસ્તારમાં ધવલ ગુજરાતીની ખેતરની ઓરડીમાં સ્ટ્રીટલાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા અતુલ બાવનજી અમીપરા ઉ.વ.૪૭ ધંધો ખેતી, રહે. જસાપર ગામ રામજી મંદિર જામકંડોરણા, ધર્મેન્દ્ર નારૂભાઇ નાંધુ ધંધો ખેતી ઉ.વ.ર૮ રહે. નાંધુ પીપડીયા ગામ તા. લોધીકા અંકીત મગનભાઇ પરમાર ધંધો મંજુરી ઉ.વ.૧૯ રહે. નાંધુ પીપડીયા ગામે તા. લોધીકા, ધવલ ભીમજીભાઇ ગુજરાતી રહે. હમડતીયા, ધુસા છગનભાઇ માવાણી રહે. જસાપર ગામ તા. જામકંડોરણા તથા આશીષ ભીખાભાઇ ત્રાડા રહે. બાલાપરનેવ રોકડા રૂા.૧૬,ર૦૦ ત્રણ મોબાઇલ તથા બાઇક મળી કુલ રૂા.૬૯,ર૦૦ના મુદામાલ સાથે તાલુકા પો. કો. છત્રપાલસિંહ જાડેજા તથા સ્ટાફે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(3:24 pm IST)