Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

વાંકાનેરના સમઢીયાળાના ઇકબાલભાઇ પર કોઠી ગામે ધોકા-પાઇપથી હુમલો

પ્રોૈઢને પોતાની જ જમીનમાં જતાં અટકાવી નવઘણ, સતા સહિતના શખ્‍સો તૂટી પડયાઃ સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૧: વાંકાનેરના સમઢીયાળા ગામે રહેતાં અને મચ્‍છીમારીનો કોન્‍ટ્રાક્‍ટ ધરાવતાં તેમજ બાંધકામનો ધંધો ધરાવતાં ઇકબાલભાઇ જમાલભાઇ પીપરવાડીયા (ઉ.વ.૫૦) ઉપર કોઠી ગામે ગયા ત્‍યારે સતા ભરવાડ, નવઘણ ભરવાડ સહિતનાએ ધોકા-પાઇપથી હુમલો કરી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. ઇકબાલભાઇના સગાના કહેવા મુજબ ઇકબાલભાઇને કોઠી ગામે કાયદેસરની માલિકીની જમીન આવેલી છે. આ જમીન પર બાંધકામ કરવું હોઇ પોતે ત્‍યાં ગયા હતાં ત્‍યારે ભરવાડ શખ્‍સોએ તેમાં પેશકદમી કરવાના ઇરાદે તેમને જમીનમાં જતાં અટકાવ્‍યા હતાં અને ઝઘડો કરી હુમલો કર્યો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)