Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

સ્‍કોલરશીપ ઉપલબ્‍ધ : ધો. ૧ થી માંડીને અનુસ્‍નાતક કક્ષા સુધીના વિદ્યાર્થીઓ અરજી પાત્ર

ટીચીંગ, નર્સિંગ, ફાર્મસી, મેડીસીન, એન્‍જીનીયરીંગ, વિવિધ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ માટે પણ શિષ્‍યવૃત્તિ હાજર : મહિલાઓ, દિવ્‍યાંગ વિદ્યાર્થીઓ, માતા-પિતા ગુમાવનાર સંકટોનો સામનો કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ સ્‍કોલરશીપ : ડ્રાઇવર્સના બાળકો માટે તક

રાજકોટ તા. ર૧ :.. જ્ઞાન, માહિતી અને ટેકનોલોજીના આજના જમાનામાં શિક્ષણનું મહત્‍વ સતત વધતું જાય છે. ઉચ્‍ચ શિક્ષણ સાથે સોનેરી ભવિષ્‍યનું નિર્માણ કરવા માટે આજનું યુવાધન આતૂર છે. ઉપયોગી શિક્ષણ મેળવવા માટે હાલમાં વિવિધ સ્‍કોલરશીપ પણ ઉપલબ્‍ધ છ.ે આ શિષ્‍યવૃત્તિઓ ઉપર એક નજર કરીએ તો...

* યુ-ગો સ્‍કોલરશીપ પ્રોગ્રામ અંતર્ગત  હાલમાં પ્રોફેશનલ ગ્રેજયુએશન કોર્ષ જેવા કે ટીચીંગ, નર્સિંગ, ફાર્મસી, મેડીસીન, એન્‍જીનીયરીંગ વિગેરેમાં પ્રથમ વર્ષમાં અભ્‍યાસ કરતી તેજસ્‍વી ભારતીય વિદ્યાર્થીનીઓને પોતાનું શિક્ષણ આગળ વધારવા માટે સ્‍કોલરશીપ આપવામાં આવે છે. પસંદ થનાર વિદ્યાર્થીનીઓને ચાર વર્ષ સુધી દર વર્ષે ૬૦ હજાર રૂપિયા મળવાપાત્ર  થશે. આ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦-૧૧-ર૦રર છે.

- અરજી કરવા માટેની પાત્રતા

જે વિદ્યાર્થીનીઓ ભારતમાં પ્રોફેશનલ ગ્રેજયુએશન કોર્ષ જેવા કે ટીચીંગ, નર્સિંગ, ફાર્મસી, મેડીસીન, એન્‍જીનીયરીંગ વિગેરેના પ્રથમ વર્ષમાં અભ્‍યાસ કરતી હોય અને જેઓના પરિવારની કુલ વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયાથી ઓછી હોય તેઓ અરજીપાત્ર છે. અરજી કરનાર વિદ્યાર્થીનીઓએ ધોરણ ૧૦ અને ૧ર માં ઓછામાં ઓછા ૭૦ ટકા કે તેથી વધુ ટકા મેળવેલા હોવા જરૂરી છે.

- અરજી કરવા માટેની લીંક

   www.b4s.in/akila/ugo1

* એચડીએફસી બઢતે કદમ સ્‍કોલરશીપ ર૦રર-ર૩ અંતર્ગત જરૂરીયાતમંદ તેજસ્‍વી વિદ્યાર્થીઓને પોતાનો અભ્‍યાસ જાળવી રાખવા માટે આર્થિક સહયોગ આપવામાં આવે છે. ધોરણ ૧૧ થી સ્‍નાતક કક્ષા સુધી અભ્‍યાસ કરતા તથા સ્‍પર્ધાત્‍મક પરીક્ષાના કોચીંગ લેતા વિદ્યાર્થીઓ અરજીપાત્ર છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને એક લાખ રૂપિયા  સુધીની સ્‍કોલરશીપ મળવાપાત્ર થશે. આ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦-૧૧-ર૦રર છે.

- અરજી કરવા માટેની પાત્રતા

જે ભારતીય વિદ્યાર્થીઓ હાલમાં ધોરણ ૧૧ થી લઇને સ્‍નાતક કક્ષાના કોર્ષમાં  (પ્રોફેશનલ અને નોન પ્રોફેશનલ બંને) અભ્‍યાસ કરતા હોય, દિવ્‍યાંગ વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ ૧૧ થી સ્‍નાતક કક્ષાના કોર્ષમાં કે પછી ડીપ્‍લોમા, આઇ. ટી. આઇ. અને વ્‍યવસાયિક કોર્ષમાં અભ્‍યાસ કરતા હોય તેઓ અરજીપાત્ર છે. ઉપરાંત કોઇપણ માન્‍યતા પ્રાપ્ત કોચીંગ સંસ્‍થામાં નીટ (NEET), જેઇઇ (JEE), કલેટ (CLAT), નીફટ (NIFT)ની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય તેઓ પણ અરજીપાત્ર છે.

અરજી કરનાર વિદ્યાર્થીઓએ છેલ્લા ધોરણની પરીક્ષા અથવા બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા ૬૦ ટકા મેળવેલા હોવા જરૂરી છે. સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓના કોચીંગ લેતા વિદ્યાર્થીઓ માટે ૮૦ ટકા જરૂરી છે. દિવ્‍યાંગ વિદ્યાર્થીઓ માટે લઘુતમ ટકાવારીની જરૂરીયાત નથી. ઓછા ટકા સાથે પાસ થયેલ દિવ્‍યાંગ વિદ્યાર્થીઓ પણ અરજી પાત્ર છે.

અરજી કરનાર વિદ્યાર્થીઓની કુલ પારિવારિક વાર્ષિક આવક છ લાખ રૂપિયાથી ઓછી હોવી જરૂરી છે. દિવ્‍યાંગ વિદ્યાર્થીઓના પરિવારની કુલ વાર્ષિક આવક આઠ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઇએ. સ્‍કોલરશીપ સંદર્ભે વિદ્યાર્થીનીઓ તથા કોઇપણ પ્રકારના સંકટો (માતા કે પિતાનું) અકાળે દુઃખદ અવસાન, અનાથ, પરિવારમાં ગંભીર બિમારી  વિગેરે) નો સામનો કરતા વિદ્યાર્થીઓ ઉપર વિશેષ ધ્‍યાન આપવામાં આવશે.

અરજી કરવા માટે ની લીંક

www.b45.in/akila/HTPF12  સક્ષમ સ્‍કોલરશીપ પ્રોગ્રામ ફોર ડ્રાઇવર્સ ચિલ્‍ડ્રન અંતર્ગત મહિન્‍દ્રા ફાયનાન્‍સ દ્વારા આંધ્રપ્રદેશ તમિનાલડુ, કેરાલા અને તેલંગણાના વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ સ્‍કોલરશીપનો ઉદ્દેશ્‍ય માન્‍ય ડ્રાઇવિંગ લાયસન્‍સ ધરાવનાર ડ્રાઇવર્સ (તમામ હળવા મોટર વાહનો અને ટેકસી, જીપ, કાર અને ડીલીવરી વાન જેમકે પીકઅપ, મેજીક, સ્‍કુલવેન વિગેરે) ના ધોરણ-૧ થી લઇને અનુસ્‍નાતક કક્ષા (પોસ્‍ટ ગ્રેજયુએશન) સુધીમાં અભ્‍યાસ કરતા જરૂરીયાત મંદ વિદ્યાર્થીઓને આર્થિક સહયોગ આપવાનો છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને એક વર્ષમાં પાંચ હજાર રૂપિયાથી લઇને ર૦ હજાર રૂપિયા સુધીની શિષ્‍યવૃત્તિ મળવા પાત્ર થશે. આ માટે ઓનલાઇન અરજી કરવાાની છેલ્લી તા. ૩૧-૧ર-ર૦રર છે.

અરજી કરવા માટેની પાત્રતા

અરજી કરનાર વિદ્યાર્થીઓ હાલમાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરાલા અને તેલંગાણા રાજયોમાં ધોરણ૧ થી અનુસ્‍નાતક કક્ષા સુધીનું શિક્ષણ લેતા હોવા જોઇએ જે વિદ્યાર્થીઓ ધોરણ નવથી આગળનું શિક્ષણ લેતા હોય તેઓએ છેલ્લી શૈક્ષણિક પરીક્ષામાં ૬૦ કે તેથી વધુ ટકા મેળવેલ હોવા જરૂરી છે. અરજી કરનાર વિદ્યાર્થીઓની કુલ પારિવારીક વાર્ષિક આવક ચાર લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઇએ. અરજદારોના ડ્રાઇવર્સ પિતા માન્‍ય  ડ્રાઇવિંગ લાયસન્‍સ ધરાવતા હોવા જરૂરી છે.

અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/sksp1 ઉચ્‍ચ શિક્ષણ સાથે ઉજજ્જવળ કારકિર્દી બનાવવા માટે વિવિધ સ્‍કોલરશીપ ઉપલબ્‍ધ છે. ત્‍યારે યોગ્‍ય લાયકાત, સ્‍વપ્રયત્‍ન આત્‍મવિશ્વાસ હકારાત્‍મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છુટવાની તમન્ના અને ઇશ્વરમા શ્રધ્‍ધા રાખીને જલ્‍દીથી અરજી કરી છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથે આપે જ છે. સૌને ઓલ ધ બેસ્‍ટ.

સૌજન્‍ય :-

 સ્‍માઇલીંગ સ્‍ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

(10:16 am IST)