Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

શહેરમાં મનપાની ફૂડ શાખાનું ચેકીંગ : ન્‍યુટ્રાસ્‍યૂટીકલ પ્રોડકટની ટેબલેટના બે નમૂના લેવાયા

કુવાડવા રોડ પરના જીતેશ મેડિકલ સ્‍ટોર તથા લીમડા ચોકમાં યશ એન્‍ડ યશ ફાર્મામાં તપાસ : લીમડા ચોક, ચૌધરી હાઇસ્‍કુલ વિસ્‍તારોમાં ૧૫ ખાણીપીણીના વેપારીને ત્‍યાં ચકાસણી

રાજકોટ,તા. ૧૯ : મનપાની ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારમાં ખાણીપીણીના ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ કરવામાં આવી રહી છે. જે અન્‍વયે આજે ફુડ તંત્રએ વધુ બે મેડીકલ સ્‍ટોરમાંથી ન્‍યુટ્રાસ્‍યૂટીકલ પ્રોડકટની ટેબ્‍લેટના નમૂના લઇ રાજયકક્ષાની વડોદરા સ્‍થિતી લેબોરેટરીમાં પરીક્ષણમાં મોકલ્‍યા છે. જ્‍યારે લીમડા ચોક, ચૌધરી હાઇસ્‍કુલ તથા કસ્‍તુરબા રોડ વિસ્‍તારમાં ખાણીપીણીના ૧૫ ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું હતું. સ્‍થળ પર એક વેપારીને લાયસન્‍સ મેળવવા સૂચના આપી હતી.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ફુડ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરી આ મુજબ છે.

મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે લીમડા ચોક,ચૌધરી હાઈસ્‍કૂલ,કસ્‍તુરબા રોડ વિસ્‍તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૫ ધંધાર્થીને ત્‍યાં ચકાસણી કરવામાં આવેલ જેમાં ઠંડાપીણા,મીઠાઇ,દૂધ,ડેરી પ્રોડક્‍ટસ,ખાદ્યતેલ વગેરેના કુલ ૧૦ નમૂનાનું સ્‍થળ પર ચેકિંગ કરવામાં આવેલ. તેમજ સ્‍થળ પર ૧ વેપારીને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

૨ નમૂના લેવાયા

ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફટીસ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬હેઠળ (૧)ZINCOVIT MULTIVITAMIN, MULTI MINERAL WITH GRAPESEED                   EXTRACT TABLET (15 TAB PACK) -સ્‍થળ -જીતેશ મેડિકલ સ્‍ટોર -મુરલીધર ચેમ્‍બેર્સ શોપ નં. ૪-૫-૬, રણછોડદાસ બાપુ આશ્રમ સામે, કુવાડવા રોડ, રાજકોટ. (૨)’OXYRET’ DIETARY SUPPLEMENT (10 TAB PACK)-સ્‍થળ -યશ એન્‍ડ યશ ફાર્મા - આલાપ-એ, ૧૦૫, સુભાષ રોડ, લીમડા ચોક ખાતેથી ન્‍યુટ્રાન્‍યૂસ્‍ટીકલ પ્રોડકટસના ૨ નમૂના લેવામાં આવ્‍યા છે.

(3:10 pm IST)