Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

બામણબોર પાસેથી ૭૨ હજારનો દારૂ ભરેલી કાર સાથે ૪ પકડાયા

ડીસીપી ઝોન-૧ની એલસીબી ટીમે કુલ ૨.૪૧ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો : વઢવાણ, ગઢડા, ધોળકાના સમિલ, ઇસ્‍માઇલ, તોૈફીકખાન અને હુશેનશાની ધરપકડ : હેડકોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા અને કોન્‍સ. જીતુભા ઝાલાની બાતમી પરથી પીએસઆઇ વી. કે. ઝાલા અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૧: બામણબોર-અમદાવાદ નેશનલ હાઇવે પરથી ડીસીપીની એલસીબી ઝોન-૧ની ટીમે રૂા. ૭૨ હજારનો દારૂ ભરેલી કાર સાથે વઢવાણ, ગઢડા, ધોળકાના ચાર શખ્‍સોને પકડી લઇ દારૂ, કાર, મોબાઇલ ફોન મળી રૂા. ૨,૪૧,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

દારૂની પ્રવૃતિ નાબુદ કરવા પોલીસ  ઉચ્‍ચ અધિકારીઓએ આપેલી સુચના અંતર્ગત ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ. જીતુભા ઝાલાને ચોક્કસ બાતમી મળતાં બામણબોર-અમદાવાદ હાઇવે પર વોચ રાખી જીજે૦૧કેએન-૭૭૫૫ નંબરની મારૂતિ રિટ્‍ઝ કાર અટકાવી તલાસી લેતાં અંદરથી રૂા. ૭૨ હજારનો ૧૮૦ બોટલ દારૂ મળતાં તે, ૧ાા લાખની કાર અને ૧૯ હજારના પાંચ મોબાઇલ ફોન કબ્‍જે લેવાયા હતાં.

પોલીસે કારમાંથી ચાર શખ્‍સો સલિમ યુસુફભાઇ ફકીર (રહે. શ્રધ્‍ધા હોટેલ પાછળ મફતીયાપરા વઢવાણ), ઇસ્‍માઇલ ગનીભાઇ પરમાર (રહે. પડવદર તા. ગઢડા ભાવનગર), તોૈફિકખાન નાસીરખાન પઠાણ (રહે. ખોડિયારપરા ગધેમાર ધોળકા જી. અમદાવાદ) અને હુશેનશા જુમાનશા દિવાન (રહે. લક્કી ગેરેજ પાસે મપ્‍પારાવની મસ્‍જીદ નજીક ધોળકા)ની ધરપકડ કરી હતી.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણાની રાહબરીમાં પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, કોન્‍સ. જીતુભા ઝાલા, રવિરાજભાઇ પટગીર, દિવ્‍યરાજસિંહ જાડેજા અને સત્‍યજીતસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. દારૂ મંગાવનારની શોધખોળ થઇ રહી છે.

(3:29 pm IST)