Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

મોબાઇલના વેપારી વિરૂધ્ધ ૭ લાખનો ચેક રિટર્ન થતાં ફરીયાદ : આરોપીને સમન્સ

રાજકોટ,તા.૧૯ : જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ શહેર ના ભાવનગર રોડ ઉપર આવેલ મેરામબાપાની વાડી વિસ્તારમાં રહેતા દિનેશભાઇ રાધનપુરાએ રમીઝ હજીભાઇ મંધરા નામના મોબાઈલના વેપારી વિરૂધ્ધ રૂ.૭ લાખ ના ચેક રિટર્નની ફરિયાદ કોર્ટમાં કરતા એડી.ચીફ.જયુડિ. મેજી. શ્રી લાલવાણી આરોપી ઈશયું કરેલ છે.

બનાવની ટૂક હકીકત એવિ છે કે રાજકોટના દૂધસાગર રોડ ઉપર 'માં' મોબાઇલના નામની દુકાન ધરાવતા વેપારીએ તેમના મિત્ર (ફરિયાદી) દિનેશભાઇ રાધનપુરા પાસેથી મિત્રતા અને સંબંધના દાવે ધંધાના વિકાસ અર્થે રૂ.૭ લાખ હાથ ઉછીના તા.૧૪-૨-૨૦૨૦ના રોજ મેળવેલ હતા જે અંગે આરોપી રમીઝ મૂંધરા એ ફરિયાદીને પ્રોમિસરી નોટ પણ લખી આપેલ હતી. ફરિયાદી એ પોતાની રકમ પરત માંગતા આરોપીએ ફરિયાદી ને તેના કાયદેસરના દેણાની ચુકવણી પેટે ફરિયાદીને રૂ.૩.૫ લાખનો એક એવ બે ચેકો આપેલ હતા જે ચેક બેન્કમાં જમા કરાવતા અપૂરતા ભંડોળને કારણે વગર ચૂકવણે પરત ફરેલ જેથી ફરિયાદીએ તેના વકીલ  સંજય પંડિત મારફત આરોપીને નોટિસ મોકલાવેલ અને નોટિસનો સમયગાળો પૂર્ણ થતાં નેગોશિએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરતા એડી.ચીફ જયુડિ. મેજી. શ્રી લાલવાણીે આરોપી વિરૂધ્ધ સમન્સ ઇશ્યૂ કરવાનો હુકમ કરેલ છે.

આ કામે ફરિયાદી વતી એડવોકેટ સંજય પંડિત, બી.જે. ખાટ વિગેરે રોકાયેલ છે.

(2:34 pm IST)