Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ખીજડીયાની જમીન મામલે કરેલી અરજી પાછી ખેîચી લેવા મહિલાને ધમકી

કૈલાષ સોસાયટીના કિરણબેન પરમારનો અનુસુચિત જાતી ખેતી સહકારી મંડળીના ઉપપ્રમુખ મુકુંદભાઇ અને લાખાભાઇઍ પતિને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૯ : ખીજડીયા ગામમાં આવેલી જમીનમાં થયેલા દબાણ બાબતે થયેલી પોલીસમાં અરજી પાછી ખેîચી લેવા પ્રશ્ને કૈલાષ સોસાયટીની મહિલાને મંડળીના ઉપપ્રમુખ સહિત બે વ્યકિતઍ પતિને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા મહિલાઍ પોલીસ કમિશ્નરને ફરીયાદ કરી છે. નાનામવા રોડ પર કૈલાષ સોસાયટીમાં રહેતા કિરણબેન પ્રેમજીભાઇ પરમારે ઇન્ચાર્જ પોલીસ કમિશ્નરને કરેલી અરજીમાં જણાવ્યું છે કે પોતાના પતિ પ્રેમજીભાઇ પરમાર રાજકોટ જીલ્લા બહુજન સમાજ પાર્ટીમાં પૂર્વ પ્રમુખ હતા અને અનેક સામાજીક સંસ્થા સાથે જાડાયેલા હોઇ પોતે તા.રપ/રના રોજ પોલીસ કમીશ્નર કચેરી ખાતે અરજી કરી હતી. જે અનુસંધાને તા.૧ર/૪ના રોજ પોતાને કુવાડવા પોલીસ મથકે બોલાવ્યા હતા ત્યાં શ્રી રાજકોટ તાલુકા  અનુસુચીત જાતી ખેતી સહકારી મંડળીના ઉપપ્રમુખ મુકુંદભાઇ ચાવડા તેમજ લાખાભાઇ પરમાર પોલીસ સ્ટેશન આવ્યા હતા. અને ત્યાં આ બંનેઍ પોતાને કહેલ કે ‘તમારા પતિને ખોટા કેસમાં સંડોવી પાસા કરાવી દેશુ અને અરજી પાછી ખેîચી લો’ તેમ કહી ધમકી દીધી હતી. આથી આ બાબતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવાયું છે. 

(4:28 pm IST)