Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

યુનિ. રોડ વિસ્‍તારમાં ર૦ ખાણી-પીણીનાં વેપારીને ત્‍યાં ફુડ શાખાનું ચેકીંગઃ ૩ને નોટીસઃ ૧ નમૂનો લેવાયો

લાયસન્‍સ તથા હાયજીન બાબતે નોટીસઃ નટરાજનગર મેઇન રોડ પરથી ચણા દાળનો નમૂનો લેવાયો

રાજકોટ, તા. ૩:  મનપાની વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે સેન્‍ટ્રલ ઝોનમાં લીમડા ચોકથી જયુબેલી સુધીના રોડ ખાતે ફૂડ, સોલીડવેસ્‍ટ, બાંધકામ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ધોળાકિયા સ્‍કુલ રોડથી સાધુ વાસવાણી રોડ વિસ્‍તારમાં આવેલ ર૬ ખાણી-પીણીના ધંધાર્થિકોઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ.   આ ચકાસણી દરમ્‍યાન ૩ પેઢીને લાયસન્‍સ તથા હાયજીન બાબતે નોટીસો આપેલ. જયારે નટરાજનગર મેઇન રોડ પર મયુર ડાઇનીંગમાંથી ચણા દાળનો નમૂનો લેવામાં આવ્‍યો હતો.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ વિવિધ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.
વન વીક વન રોડ અંતર્ગત મહાનગરપાલિકાના ધોળકિયા સ્‍કુલ રોડથી સાધુ વાસવાણી રોડ, યુનિ. રોડ વિસ્‍તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૧ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી  કરવામાં આવેલ તેમજ ચકાસણી દરમ્‍યાન ૩ વેપારીને લાયસન્‍સ તથા  સ્‍ટોરેજ બાબતે નોટીસ આપેલ.
વન વીક વન રોડ અંતર્ગત મહાનગરપાલીકાના ધોળકીયા સ્‍કુલ રોડથી સાધુ વાસવાણી રોડ, યુનિ. રોડ વિસ્‍તારમાં ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એકટ-ર૦૦૬ મુજબ ચણા દાળ (પ્રિપર્ડ-લુઝ) નો મયુર ડાઇનીંગ માંથી નટરાજનગર મેઇન રોડ, પટેલ કન્‍યા છાત્રાલય સામે, પંચાયત ચોક, યુનિ. રોડ પર નમૂનો લેવામાં આવ્‍યો હતો.
આ ઉપરાંત મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા ફુડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે મુંજકા - નવા ૧પ૦ ફુટ રીંગ રોડના વિસ્‍તારમાં અવેરનેસ કામગીરી કરવામાં આવેલ તથા ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૯ ફુડ બિઝનેસ ઓપરેટર દ્વારા વેચાણ થતાં મસાલા, ઠંડાપીણાં, શેરીડીનો રસ, ઉપયોગમાં લેવાતા ખાદ્ય તેલ વગેરે ખાદ્ય ચીજોના કુલ ૧પ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.

 

(3:54 pm IST)