Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

હાથી મસાલા દ્વારા મિલાવટી મસાલાની ઓળખ કરાવવાની અનોખી પહેલ

રાજકોટ : મસાલા રસોઇની સોડમ સાથે સ્‍વાદને નિખારે છે.  ત્‍યારે મસાલા ક્ષેત્રે અગ્રીમ એવી હાથી મસાલાએ સમગ્ર ગુજરાતમાં અત્‍યાર સુધીમાં ૪૧,૪૦૦ લોકોને શુદ્ધ હાથી મસાલાના ૨,૩૭૩ કિલોના સેમ્‍પલ વિનામુલ્‍યે આપી શુદ્ધ અને મિલાવટી મસાલા વચ્‍ચેના અંતરની પરખ કરતા લોકોને શીખવવાની પહેલ કરેલ છે.

વિવિધ શહેરોમાં ૧૭૦થી વધુ જાહેર જગ્‍યાઓ અને સોસાયટીઓમાં વિનામુલ્‍યે સ્‍ટોલ કરી મસાલામાં થતી ભેળસેળને શોધવા ૫થી ૧૦ અલગ-અલગ રીતો ઓળખવાનું ૩૯૦થી વધુ બહેનોએ ગળહિણીઓને શીખવ્‍યું હતું અને ૨૦૦૦થી વધુ ઘરોમાં શુદ્ધ મસાલાને પહોંચાડ્‍યા હતાં. પરિણામે બહેનોને રોજગારી પણ મળી હતી અને સાથે શુદ્ધ હાથી મસાલાના સેમ્‍પલ પણ વિનામુલ્‍યે લોકોને આપવામાં આવેલ તેમ યાદીના અંતમાં જણાવાયુ છે.

(3:12 pm IST)