Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

પુરૂષાર્થ યુવક મંડળ દ્વારા ઉપલા કાંઠે મેડીકલ સાધન સેવા કેન્‍દ્રનો પ્રારંભ

રાજકોટ : પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ.લીલાબેન ગોરધનભાઈ રૈયાણીની સ્‍મૃતિમાં રાજયના મંત્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્‍તે મેડીકલ સાધન સેવા કેન્‍દ્રનો પ્રારંભ કરવામાં આવેલ. આ તકે મુખ્‍ય મહેમાનપદે રાજયના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા, બ્રહ્માકુમારીના રેખાદીદીના હસ્‍તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. આ કેન્‍દ્રમાં જરૂરતમંદ લોકોને પલંગ, વ્‍હીલ ચેર, વોકર, લેટરીન ચેર અને સ્‍ટુલ, બગલ ઘોડી, યુરીન પોટ, વોકીંગ સ્‍ટીક, બેડપાન, ગરમ પાણીની બેટ, બરફની બેગ, એરબેડ, ઓકિસજન બોટલ, ઓકિસજન કીટ વગેરે વિનામૂલ્‍યે વાપરવા માટે આપવામાં આવશે. આ કાર્યક્રમનું સંચાલન નરેન્‍દ્રભાઈ ભાડલીયાએ સ્‍વાગત પ્રવચન કિશોરભાઈ રાઠોડ અને અંતમાં આભારવિધિ હરેશભાઈ પરમારએ કરી હતી. આ મેડીકલ સાધનો મેળવવા માટે ગોકુલ વિદ્યાલય, અનમોલ પાર્ક, મહીકા રોડ, આજીડેમ ચોકડી પાસે વિરમભાઈ રબારી મો. ૯૮૭૯૫ ૩૫૭૮૧નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

(3:10 pm IST)