Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

એચ.એમ. એન્‍ડ કંપનીને એવોર્ડ

રાજકોટ : ૫૮ વર્ષ જૂની ચા ના વેપાર સાથે અગ્રતીમ કંપની સી. અનંતરાય એન્‍ડ કંપનીવાળા અનંતભાઈ ચાવાળા એ ચાના ધંધાનો રાષ્‍ટ્રીય કક્ષાએ પ્રતિષ્‍ઠિત એવોર્ડ કંપનીના પ્રમોટર શ્રી મનોજ ઉનડકટને કલકતા ખાતે આપવામાં આવેલ છે. રાજકોટની સી. અનંતરાય એન્‍ડ કંપનીની સ્‍થાપના ૫૮ વર્ષ પહેલા શ્રી અનંતરાય ઉનડકટ દ્વારા કરવામાં આવેલ. તેઓના પુત્ર આ ધંધામાં સાથે જોડાતા તેઓની બીજી પેઢી એટલે એચ.એમ. એન્‍ડ કંપનીની સ્‍થાપના ૧૫ વર્ષ પૂર્વ કરેલ. કંપની દ્વારા આ એવોર્ડ એવી પેઢીને આપવામાં આવ્‍યો છે. જેઓએ તેમની પાસેથી એક વર્ષ દરમિયાન માલની ખરીદ કરેલ હોય. આ એવોર્ડ ગુજરાતમાં ફકત એચ.એમ. એન્‍ડ કંપનીને મળેલ હોવાનું યાદીમાં જણાવાયુ છે.

તસ્‍વીરમાં કલકતા મુકામે કંપનીના જનરલ મેનેજર ચંદન બોરા તેમજ અન્‍ય ઉચ્‍ચ અધિકારીઓ દેબાજીત નાગ, રોહિત ચૌધરી અને આકાશ જયસ્‍વાલ, મનોજભાઈ અનડકટને એવોર્ડ આપતા નજરે પડે છે.

(1:26 pm IST)