Gujarati News

Gujarati News

News of Saturday, 19th March 2022

કાલે ર૧૦૦ કિલો રીંગણાનો વઘાર રપ૦ કિલો ઘીથી થશે

સ્‍વામિનારાયણ ગાદી ટ્રસ્‍ટ દ્વારા વિરાણી સ્‍કૂલના મેદાનમાં ભવ્‍ય શાકોત્‍સવ : લોયાધામ શાકોત્‍સવના ર૦૦ વર્ષ પૂર્ણઃ પૂ.લાલજી મહારાજના જન્‍મોત્‍સવની ધામધુમથી ઉજવણી થશેઃ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્‍થિતિઃ હરિભકતો ઉમટશે

રાજકોટ તા. ૧૯ : ભગવાન શ્રી સ્‍વામિનારાયણે લોયાધામમાં કરેલ ભવ્‍ય શાકોત્‍સવને ર૦૦ વર્ષ પૂર્ણ થયેલ હોય વડતાલ દેશ પીઠાધિપતી પૂજય શ્રી આચાર્ય અજેન્‍દ્રપ્રસાદજી મહારાજના આર્શીવાદ આજ્ઞાથી રાજકોટ શહેરને આંગણે શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ તથા શ્રી સ્‍વામિનારાયણ ગાદી ટ્રસ્‍ટ(એસ.વી.જી.) દ્વારા તા.ર૦ રવિવારના રોજ દિવ્‍યાતી દિવ્‍ય અને ભવ્‍ય શાકોત્‍સવ તેમજ વડતાલ દેશ પૂજય શ્રી ભાવિઆચાર્ય નૃગેન્‍દ્રપ્રસાદજી મહારાજનો ૪૯માં જન્‍મોત્‍સવ ભવ્‍ય રીતે ઉજવાશે.

રાજકોટની મધ્‍યમાં આવેલા ટાગોર માર્ગ પર આવેલી વિરાણી હાઇસ્‍કૂલના વિશાળ પટાંગણમાં સાંજે પ વાગ્‍યાથી શરૂ થનાર આ મહોત્‍સવની અંદર વડતાલથી પૂ. ભાવિઆચાર્ય શ્રી નૃગેન્‍દ્રપ્રસાદજી મહારાજ (લાલજી મહારાજ) તથા અ.સૌ.ગાદીવાળા માતૃશ્રી તથા બન્‍ને બાળલાલજી મહારાજશ્રી તથા પ.પૂ. વહુજી મહારાજશ્રી તથા પૂ. બન્‍ને બહેનબાશ્રીઓ તથા પૂ. લાલી રાજાશ્રી સહિત સમસ્‍ત ધર્મકુળ પરીવાર પધારશે.

તેમજ આ મહોત્‍સવની અંદર અતીથી વિશેષ તરીકે કડી (અમદાવાદ) પીઠ વૈષ્‍ણાચાર્ય પરમ પૂજય ગોસ્‍વામી ૧૦૮ શ્રી કુંજેશકુમાર મહોદયશ્રી પધારશે તેમજ સંસદ સભ્‍યો, ધારાસભ્‍યો, મેયર સહીત અનેક રાજકીય, સામાજીક આગેવાન મહાનુભાવો પધારશે.

વિરાણી હાઇસ્‍કૂલના પટાંગણમાં યોજાનારા આ મહોત્‍સવમાં અંદાજીત ૧પ૦૦૦ થી પણ વધારે હરિભકતો લાભ લશે. શાકોત્‍સવ તથા જન્‍મોત્‍સવના આ આયોજનમાં સમસ્‍ત વડતાલ, ગઢડા, જુનાગઢ, ઘોલેરા સહિત ધામોધામથી સંતો તથા મહંતો પધારશે.

આ સમગ્ર મહોત્‍સવનું લાઇવ પ્રસારણ દેશ વિદેશમાં શિક્ષા ચેનલ તથા સ્‍વામિનારાયણ વડતાલ ગાદી યુટયુબ ચેનલ, ફેસબુક તથા ઇનસ્‍ટાગ્રામ પરથી કરવામાં આવશે. આ મહોત્‍સવમાં ર૧૦૦ કિલો રીંગણામાં રપ૦ કીલો ઘી થી વઘાર કરવામાં આવશે. તેમજ આ મહોત્‍સવની અંદર રપ૦૦ કિલો સિધ્‍ધા સામગ્રી વાપરવામાં આવશે. આ મહોત્‍સવમાં રાજય સરકારની સુચના અનુસાર કુપોષીત બાળકોને આહાર મળી રહે તે માટે મહીલા મંડળ દ્વારા બાળકોને દત્તક લેવામાં આવી રહ્યા છે તેમજ વ્‍યસન મુકિત અભીયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છ.ે

વિરાણી હાઇસ્‍કૂલના પટાંગણમાં યોજાનારા આ મહોત્‍સવમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ તથા સમસ્‍ત સત્‍સંગ સમાજના ૧૦૦૦ થી પણ વધારે કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

સમસ્‍ત મહોત્‍સવમાં રાજકોટની ધર્મપ્રેમી જનતાને પધારવા વિશાલ પટેલની યાદીમાં જણાવાયું છે.

(3:29 pm IST)