Gujarati News

Gujarati News

News of Saturday, 19th March 2022

શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧ર પરીક્ષાની હોલ ટીકીટ ઓનલાઇન મુકાઇઃ સોમવારથી શાળામાં વિતરણ

અમદાવાદ, તા., ૧૯: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧રની પરીક્ષા ર૮ માર્ચથી શરૂ થનાર છે ત્‍યારે શિક્ષણ બોર્ડ દ્વારા વિવિધ સ્‍તરે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧રની હોલ ટીકીટ ઓનલાઇન મુકાઇ છે. જે હવે શાળાઓ ડાઉનલોડ કરી પ્રિન્‍ટ કાઢી પરીક્ષાર્થીઓને આપવાની રહેશે. સંભવતઃ સોમવારથી શાળાઓમાં ધો.૧રની હોલ ટીકીટનું વિતરણ કરવામાં આવશે.

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧ર સામાન્‍ય પ્રવાહ અને સાયન્‍સની હોલ ટિકિટ ઓનલાઇન મુકી દીધી છે. સ્‍કુલોએ બોર્ડની વેબસાઇટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓને આપવાની રહેશે. હોલ ટિકિટ પ્રિન્‍ટ કર્યા બાદ તેમાં વિદ્યાર્થીઓના ફોટો ચોંટાડી સહિ કરી વિદ્યાર્થીઓને વિતરણ કરવા માટે સુચના અપાઇ છે. હોલ ટિકિટની સાથે પરીક્ષા અંગેની સુચનાઓ પણ પ્રિન્‍ટ કરીને ફરજીયાત વિદ્યાર્થીઓને આપવાની રહેશે તેમ બોર્ડ દ્વારા શાળાઓને તાકીદ કરાઇ છે.  ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ર૮ માર્ચથી ધો.૧૦ અને ધો. ૧ર ની પરીક્ષાઓ લેવામાં આવનાર છે. બોર્ડની પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ થતાં બોર્ડ દ્વારા હવે હોલ ટિકિટનું વિતરણ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં ધોરણ-૧ર સામાન્‍ય પ્રવાહની હોલ ટિકિટ ૧૭ માર્ચે બપોરથી બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. શાળા દ્વારા શાળાનો ઇન્‍ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલો મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇડી દ્વારા લોગીન કરીને હોલ ટિકિટડાઉનલોડ કરી શકાશે. 

(3:40 pm IST)