Gujarati News

Gujarati News

News of Saturday, 19th March 2022

વારંવાર સત્તાની લાલસામાં વિવિધ પક્ષો સાથે દગો કરનાર બાપુને રાતોરાત કોંગ્રેસની ચિંતા કેમ થઇ ? : મહેશ રાજપુત

જી-ર૩ની મીટીંગમાં દિલ્‍હી ગયેલા શંકરસિંહ વાઘેલા સામે કટાક્ષ ભર્યા સવાલો ઉઠાવતા મહેશ રાજપૂત

રાજકોટ, તા. ૧૯ :  થોડા દિવસો પહેલા કોંગ્રેસ પાર્ટીના અમુક સીનીયર લીડરોએ મીટીંગ બોલાવેલ હતી. જેને જી-૨૩ તરીકે પ્રેસ મીડીયાના મિત્રોએ નામ આપેલ છે. આ મીટીંગ કોંગ્રેસ પરીવારના સીનીયર અને હંમેશ માટે કોંગ્રેસને વફાદાર નેતાઓએ બોલાવેલ હતી પણ આ મીટીંગમાં કોંગ્રેસના પ્રાથમીક સભ્‍ય પણ ન હોય તેવા શંકરસિંહ બાપુ એકાએક આ મીટીંગમાં જોડાવા માટે દિલ્‍હી ખાતે દોડી ગયેલ. તે એક આヘર્યજનક લાગી રહ્યું છે અને જે વ્‍યકિત પ્રાથમીક સભ્‍ય પણ ન હોય કયારેય પોતાના હિત સિવાય કયારેય બીજુ વિચાર્યું ન હોય ભા.જ.પ., રા.જ.પા., કોંગ્રેસ અને એન.સી.પી. ને વફાદાર ન રહ્યા હોય અને કોંગ્રેસને નુકશાન કરવાનું કયારેય છોડયું ન હોય તેવા બાપુ કયા મોઢે કોંગ્રેસના હીતમાં રાતોરાત વાતો કરવા મંડયા છે ? તેવો પ્રશ્ને કોંગ્રેસના અગ્રણી મહેશ રાજપૂતે કર્યો છે.
એક નિવેદનમાં રાજપૂતે જણાવ્‍યું છે કે, બાપુ આપ કૉંગ્રેસ પાર્ટીમાં હતા ત્‍યારે અવારનવાર અહેમદભાઈ વિરૂઘ્‍ઘ બળવા કરાવવાની કોશીશો કરેલ હતી. આ દેશને અને કોંગ્રેસને હંમેશા એકતાનો રસ્‍તો દેખાડનાર સ્‍વ. શ્રી અહેમદભાઈ પટેલે તમને સારી સલાહો પણ આપેલ અને તમે તેમના વિરોધી હોવા છતા તમારૂ માન અને મોભો હંમેશા તેઓએ જાળવેલ છતાં આપશ્રીએ આપના સત્તા લાલચુ સ્‍વભાવના કારણે સ્‍વ. અહેમદભાઈ પટેલને હરાવવા માટે આકાશ-પાતાળ એક કરી નાખેલ અને આપના વેવાઈથી માંડી ધણા ધારાસભ્‍યોને લાલચ-લોભ આપી ભા.જ.પ.ની ફેવરમાં રાજ્‍યસભામાં મતદાન કરાવેલ છે અને તમને હવે કયું એવું શાન આવ્‍યું કે આપ આજે સ્‍વ. અહેમદભાઈને યાદ કરી મીડીયામાં એવું બોલ્‍યા કે અહેમદભાઈ હોય તો જી-૨૩ ગ્રુપ બનેત નહી અને તે વાત પણ સાચી છે કે અહેમદ પટેલ હોત તો કોગ્રેસમાં કયારેય ગ્રુપો ઝમ થવા જ ન દયે પણ આપે એકાએક તેમને  યાદ કર્યા તેમાં પણ મને આપના વિચારોમાં શંકા દેખાઈ રહી છે. બાપુ, આજકાલ આપશ્રીને વાતવાતમાં દાખલારૂપે દારૂ (શરાબ) બહુ યાદ આવે છે.
આપે આપના પ્રેસ મીડીયાના વાર્તાલાપમાં એવું કહ્યું કે જેમ જુનો દારૂ તેમ સારો દારૂ કહેવાય છે. બાપુ, આજ આ દેશમાં જે રાજકીય પરિસ્‍થિતીઓ ચાલી રહી છે ત્‍યારે અને દેશ આજે હિન્‍દુ, મુસ્‍લીમ અને જ્ઞાતિવાદમાં બટાઈ રહ્યો છે ત્‍યારે એક સબળ વિરોધપક્ષ તરીકે કૉંગ્રેસ આ દેશમાં લડી રહ્યો છે. જ્ઞાતિવાદના વિચારધારાને નાબુદ કરવા અને રાષ્‍ટ્રના હિતમાં કાર્ય કરવા માટે ચાલી રહ્યો છે ત્‍યારે જુના શરાબની કોંગ્રેસને જરૂર નથી પણ કોંગ્રેસને ૨૧મી સદીમાં દારૂગોળા જેવા અને તે પણ નવા દારૂગોળાની જરૂર છે અને તેને ઘ્‍યાનમાં રાખી ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રી રાહુલ ગાંધીજી ચાલી રહ્યા છે આજે દેશને કોંગ્રેસને યુવાનોને આગળ લાવવા એટલે કે નવા દારૂગોળા સાથે લાલચુ સત્તાધારીઓ સામે લડવા માટે જરૂર છે નહી કે જુનો દારૂગોળો જેટલો જુનો હોય તેટલો ખતરારૂપ હોય છે કારણકે જયારે દારૂગોળો ફોડવાની જરૂર પડે ત્‍યારે જુનો દારૂગોળો સુરસુરીયુ પણ થઈ શકે છે તેથી રાહુલજી જે યુવાનોને કોગ્રેસ પક્ષમાં આગળ લાવવા માંગે છે તે યોગ્‍ય છે. બાપુ, આપ કોંગ્રેસની ચિંતા છોડો અને પોતાની સત્તા લાલસાને એકબાજુ મુકી આપના યુવાન પુત્રને લોકોની સેવા કરવા માટે મોકો આપો અને તેઓને રાજકારણમાં આગળ આવે તેવો મોકો આપવા આપને હું વિનંતી કરૂં છું. તેવું કટાક્ષ ભર્યા નિવેદનમાં મહેશ રાજપૂતે જણાવ્‍યું છે.

 

(2:57 pm IST)