Gujarati News

Gujarati News

News of Saturday, 19th March 2022

ગરમીમાં લોકો ત્રાહીમામ : સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ઓરેન્‍જ, યેલો એલર્ટ તો અમદાવાદ - ગાંધીનગરમાં યેલો એલર્ટ જાહેર

દેશના ઘણા ભાગોમાં ગરમીનું જોર હજુ પણ વધશે : હવામાન ખાતુ

રાજકોટ : રાજ્‍યમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. તેમાંય છેલ્લા એક અઠવાડિયાથી આકાશમાંથી અગનવર્ષા વરસાવાનું શરૂ કરી દેતા ગરમીનો પારો ૪૧ ડિગ્રીએ પર પહોંચી ગયો છે.

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ અમદાવાદ, ગાંધીનગર  અને બનાસ કાંઠામાં યલો એલર્ટ જ્‍યારે  સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં ઓરેન્‍જ અને યલો એલર્ટની આગાહી કરી છે.

કાળઝાળ ગરમીમાં  વળદ્ધ તથા બીમાર લોકોએ ખાસ કાળજી લેવી જરૂરી છે. એકસપર્ટસ જણાવે છે કે  બહાર નીકળતી વખતે હળવા રંગના સૂતરાઉ કપડા પહેરવા અને માથું ઢંકાય તેનું ધ્‍યાન રાખવું. આ સિવાય તાજેતરમાં જન્‍મેલા બાળકો અને વળદ્ધ તથા બીમાર લોકોની કાળજી રાખવા માટે જણાવ્‍યું છે. હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, આગામી સપ્તાહમાં દેશના ઘણા ભાગોમાં ગરમીનું જોર વધશે. દરમિયાન, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પરનું લો પ્રેશર ક્ષેત્ર ટૂંક સમયમાં ચક્રવાતી તોફાન અતાીમાં ફેરવાઈ રહ્યું છે. જેના કારણે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે. બીજી તરફ પヘમિ રાજસ્‍થાનના મોટાભાગના વિસ્‍તારોમાં તીવ્ર ગરમીની સ્‍થિતિ પ્રવર્તી રહી છે. આ ઉપરાંત સૌરાષ્‍ટ્ર-કચ્‍છ, વિદર્ભ અને ગુજરાતના કેટલાક ભાગોમાં ગરમીના કારણે લોકો પરેશાન  છે.

(2:55 pm IST)