Gujarati News

Gujarati News

News of Saturday, 19th March 2022

મહિલા પોલીસ સ્ટેશન સામે છરીના ઘા મારી હત્યાની કોશિષના ગુનામાં પકડાયેલ આરોપીને પાંચ વર્ષની સજા

રાજકોટ,તા. ૧૯ : અત્રે મહિલા પોલીસ સ્ટેશનના ગેટ સામે છરીના દ્યા મારી હત્યાની કોશિશ કરવાના ગુનામાં આરોપીને ૫ વર્ષની સજા તેમજ રૃપિયા ૩૦ હજારનો દંડ પણ કરેલ છે તો દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સજાનો હુકમ સેસન્સ કોર્ટે કરેલ છે.

ગઈ તારીખ ૭- ૭ -૨૦૧૪ ના રોજ રાત્રીના ૮:૩૦ વાગ્યાના સમયે રેસકોર્ષ રીંગ રોડ ઉપર આવેલ મહિલા પોલીસ સ્ટેશનના ગેટ સામે આરોપી ઇમરાન અનવરભાઈ મોગલ વિગેરેનાઓએ અગાઉના ઝદ્યડાનો ખાર રાખી કયુમભાઈ સામદભાઈ દસાડીયા ને પેટના ભાગે તથા કમરના ભાગે છરીના દ્યા મારી હત્યા  નિપજાવવાની કોશિશ કરેલ તે ગુનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરેલ અને આરોપીઓ સામે સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે દ્વારા આરોપી ઇમરાન અનવરભાઇ મોગલ ને તકસીરવાન ઠરાવી ૫ વર્ષની સજા કરેલ છે અને રૃપિયા ૩૦ હજારનો દંડ કરેલ છે જો દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સજા ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે ગઈ તારીખ ૭ -૭ -૨૦૧૪ ના રોજ કયુમભાઈ દસાડિયાના બીજા પત્ની જેબુનબેને કયુમભાઈ વિરુદ્ઘ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરતાં પોલીસે બંનેને પોલીસ સ્ટેશન બોલાવેલ અને બંને વચ્ચે સમાધાન કરાવી આપેલ અને તે સમયે બંને પોલીસ સ્ટેશનની બહાર નીકળેલ ત્યારે મહિલા પોલીસ સ્ટેશનના ગેટ પાસે જેબુનબેનનો આગલા પતિ નો દીકરો અનવર મોગલ વિગેરેનાઓએ કયુમભાઈ ઉપર ખૂની હુમલો કરી તેને છરીના ઘા મારી હત્યા નિપજાવવાની કોશિશ કરેલ આ કેસ નામદાર સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતા આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ દિલીપભાઈ મહેતા તથા મુકેશભાઈ પીપળીયા એ કેસ ચલાવેલ અને દલીલ કરે છે કે આરોપી વિરુદ્ઘ ફરિયાદી તથા સાહેદો એ સોગંદ ઉપર જુબાની આપેલ છે તે જુબાનીથી કેસ પુરવાર થાય છે તેમજ પ્રોસીકયુશન દ્વારા ડોકટર તથા પોલીસની પણ જુબાની લેવામાં આવેલ છે અને તેઓની જુબાનીથી પણ કેસ પુરવાર થાય છે તેમજ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટ થી પણ આરોપી સામે કેસ પુરવાર થાય છે તે બાબતની વિસ્તૃત દલીલ કરેલ તે દલીલો તથા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઇ તેમજ સોગંદ ઉપરની જુબાનીને ધ્યાને લઇ સેશન્સ જજ શ્રી પ્રશાંત જૈને આરોપી ઇમરાન અનવરભાઈ મોગલ સામેનો કેસ પુરવાર થયેલો માની તેને ૫ વર્ષની સજા કરેલ છે તેમજ ૩૦ હજારનો દંડ કરેલ છે જો દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સજા કરેલ છે આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ દિલીપભાઈ મહેતા તથા મુકેશભાઈ પીપળીયા એ કેસ ચલાવેલ હતો.

(2:50 pm IST)