Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજીત 'આઝાદીના અમૃત મહોત્સવથી સ્વર્ણિમ ભારત તરફ' પ્રોજેકટનું કાલે ઓનલાઇન ઉદ્દઘાટન

વર્ષભરમાં ૧૦ હજાર કાર્યક્રમો : રાજકોટમાં પણ કાલે પંચશીલ ખાતે ઉદ્દઘાટન

રાજકોટ તા. ૧૯ : 'બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજિત આઝાદીના અમૃત મહોત્સવથી સ્વર્ણિમ ભારત તરફ'  પ્રોજકટનું ઉદઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવનાર છે. વર્ષભર ચાલનાર ૧૦ હજાર કાર્યક્રમ દ્વારા ૧૦ કરોડ લોકો સુધી પહોંચવાનું લક્ષ્યાંક સેવવામાં આવેલ છે.

કાલે ૨૦  ના સવારે ૧૦.૩૦ કલાકે ડાયમંડ હોલ, શાંતિવન, આબુ રોડ ખાતે આયોજીત આ પ્રોજેકટનું ઓનલાઈન ઉદ્દઘાટન કરાશે. બ્રહ્મ ાકુમારીઝ હેડકવાર્ટર, માઉન્ટ આબુ અને ભારત સરકારના સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો છે.

પુરા ભારત વર્ષના બ્રહ્મ ાકુમારીઝ ના દરેક સેવાકેન્દ્રો દ્વારા આગામી ૧૨ મહિનામાં સમાજ સેવા લોક ઉત્થાનના અનેક અભિયાનો યુવા પ્રદર્શન - બસ અભિયાન, ભારતના વિરાસત સ્થળો પર સાયકલ રેલી, મોટર બાઈક ઝુંબેશ, સ્વચ્છ ભારત અભિયાને લીલી ઝંડી આપી ઉધ્દ્યાટન કરશે.

આ તહેવારની ઉજવણી માટે વડાપ્રધાન ગ્રેમી એવોર્ડ વિજેતા રિકી કેજ દ્વારા રચિત મ્યુઝિક આલ્બમ પણ રિલીઝ કરશે.

આ અવસર પર ભારત સરકારના  સંસ્કૃતિ અને પર્યટન મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી જી શુભ પ્રેરણા આપશે અને રાજસ્થાનના રાજયપાલ શ્રી કલરાજ મિશ્રાજી શુભેચ્છાઓ આપશે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ મહોત્સવને સંબોધશે. તેમજ ન્યુયોર્કના બ્રહ્માકુમારીઝ સંસ્થાના એડિશનલ ચીફ એડમિનિસ્ટ્રેટર રાજયોગીની બીકે મોહિની દીદી આ મહોત્સવમાં દેશ-વિદેશ સાથે સંકળાયેલા તમામ ભાઈ-બહેનોને દિવ્ય સંદેશ આપશે અને તેમજ રાજયોગની અનુભૂતિ કરાવશે.

આ ઉત્સવ બ્રહ્માકુમારીઝ સંસ્થાના મુખ્ય સંચાલક દાદી રતન મોહિનીની હાજરીમાં યોજાશે.

રાજકોટ ખાતે પણ કાલે તા. ૨૦ ના સવારે ૧૦ વાગ્યે જયોતિ દર્શન પંચશીલ સોસાયટી સેવા કેન્દ્ર પર આ પ્રોજેકટનું ગણમાન્ય મહાનુભાવ તથા ગુજરાત ઝોન ડાયરેકટર બ્રહ્માકુમારી ભારતી દીદીના વરદ હસ્તે દીપ પ્રજવલિત સાથે શુભારંભ કરવામાં આવશે.

(4:06 pm IST)