Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

નવાગામ આણંદપરમાં રોડ કામથી લોકોને ભારે હાલાકી : બસપાની ટીમ જાત મુલાકાતે

રાજકોટ તા. ૧૯ : આણંદપર (નવાગામ) ખાતે ચાલી રહેલ રોડના કામથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે બસપાના આગેવાનોની ટીમે સ્થળ તપાસ કરી તંત્રને ઢંઢોળવા પ્રયાસ કર્યો હતો.

છેલ્લા એક વર્ષથી રસ્તાના કામો ચાલી રહ્યા છે. જેના કારણે પ કિ.મી.  ફરીને ચાલવુ પડે છે. ટ્રાન્સપોર્ટના ધંધાને માઠી અસર પહોંચી રહી છે. કોઇ સાજા માંદા થયા હોય તો એમ્બ્યુલન્સ સેવા મળવી પણ મુશ્કેલ બને તેવી પરિસ્થિતી સર્જાઇ હોવાનું બસપાના આગેવાનોએ જણાવ્યુ છે.નવઘણભાઇ મસા, કેતનભાઇ પુજારા, બહાદુરભાઇ આહીર, મહેશભાઇ વિભાભાઇ, દેવાભાઇ ભરવાડ, વિશાલભાઇ, મનસુખભાઇ, રાજેશભાઇ જોષી, જીલુભાઇ મહેતા, ગોગા વિજયભાઇ કોળી, મુકુંદભાઇ, સતાભાઇ મેવાડા, રાઘવભાઇ ઝાપડ, ભરત ગમારા, ભગતબાપુ, રમેશભાઇ આહીર વગેરે આ સ્થળ મુલાકાતમાં જોડાયા હતા.

સાથો સાથ આ માર્ગ કામ સાથે જોડાયેલ નાયબ ઇજનેરના અવસાન બદલ તેમને પણ શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. તેમ બસપા શહેર પ્રમુખની એક યાદીમાં જણાવાયુ છે.

(3:33 pm IST)