Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

રાજકોટ એસટીના બે ડેપો મેનેજર સહિત કુલ ૧૦ સ્ટાફને કોરોના વળગ્યો : રાજકોટને ૬ નવી બસો ફાળવાઇ

રાજકોટ, તા. ૧૯ :  કોરોનાએ રાજકોટ એસ.ટી. ડિવીઝનને પણ નથી છોડયું, રાજકોટ એસટી ડિવીઝનના ડ્રાઇવર- કંડકટર અને બે ડેપો મેનેજર સહિત ૧૦ ને કોરોના વળવ્યો છે, તમામ હોમ આઇસોલેશન થયા છે, બે ડેપો મેનેજરમાં જસદણ ડેપો અને વોલ્વોના ડેપો મેેનેજરનો સમાવેશ થાય છે.

દરમિયાન એસટી ડિવીઝનલ નિયામક શ્રી કલોતરાએ ''અકિલા''ને જણાવ્યું હતું કે રાજકોટ ડેપો ઉપર કોર્પોરેશન દ્વારા આરટી-પીસીઆર ટેસ્ટનું બૂથ ઉભુ કરાયું છે, જયાં મુસાફરોનું સતત ચેકીંગ ચાલુ છે. કોકને કોકને પોઝીટીવ જણાતા હશે, પરંતુ તે વિગતો કોર્પોરેશન જાહેર કરશે.

દરમિયાન રાજકોટ એસ.ટી. ડિવીઝનને ૬ નવી સુપર એકસપ્રેસ બસ ફાળવાતા, તે બસો વાંકાનેર જસદણ-ધ્રાંંગ્રધા- સુરેન્દ્રનગર ડેપોને આપી દેવાઇ છે.

(3:30 pm IST)