Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

યોગીનગરના યુવાન મનિષ ચુડાસમાએ વ્‍યાજમાં ફસાતા ઝેરી દવા ગટગટાવી

ધંધા-પિતાની બિમારી માટે અલગ અલગ લોકો પાસેથી નાણા લીધા'તા

રાજકોટ તા. ૧૯: યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે યોગીનગર-૨માં રહેતાં મનિષભાઇ બિપીનભાઇ ચુડાસમા (ઉ.વ.૪૦) નામના વાળંદ યુવાને સાંજે ઘરે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.
મનિષભાઇના સ્‍વજન જીજ્ઞાશાબેનના કહેવા મુજબ મનિષભાઇ વાળંદ કામ કરે છે. સંતાનમાં એક પુત્ર છે. મનિષભાઇએ ધંધાના કામે અને તેમના પિતા બિપીનભાઇના પગ ભાંગી ગયા હોઇ તેની સારવાર માટે અલગ અલગ લોકો પાસથી વ્‍યાજે રકમ લીધી હતી. હાલમાં ધંધો બરાબર ચાલતો ન હોઇ વ્‍યાજની ઉઘરાણી વધી ગઇ હોઇ કંટાળી જઇ ઝેરી દવા પી લીધી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કુવાડવામાં અગાસીની પાળીએથી પકડી જતાં નિલેષભાઇ દરજીને ગંભીર ઇજા
કુવાડવા ગામ મેઇન બજારમાં રહેતાં નિલેષભાઇ મનસુખભાઇ સોલંકી (દરજી) (ઉ.વ.૩૮) સાંજે ઘરની અગાસીની પાળીએ બેઠા હતાં ત્‍યારે ચક્કર આવતાં પડી જતાં માથા-શરીર-પગમાં ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. તે દરજી કામ કરે છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી.
રાજકોટ જેલમાં પાકા કેદીની તબિયત બગડી
રાજકોટ સેન્‍ટ્રલ જેલમાં પાકા કેદી મનુભાઇ હરદાસભાઇ રાઠોડ (ઉ.૬૦)ની રાત્રે જેલમાં તબિયત બગડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં આઇસીયુ વોર્ડમાં દાખલ કરાયા હતાં. આ અંગે પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

 

(2:33 pm IST)