Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ફાયર N.O.C.ના બોગસ નિયમો નાબુદ : બિલ્‍ડરોને રાહત

હાઇરાઇઝડ બિલ્‍ડીંગોમાં બે સીડીને બદલે હવે ૧ સીડી ચાલશે : N.O.C. હવે ૩ વર્ષ ચાલશે : નવા નિયમો જાહેર કરતા મેયર પ્રદિપ ડવ, ફાયર સમિતિ ચેરમેન જ્‍યોત્‍સનાબેન ટીલાળા, સ્‍ટેન્‍ડીંગ ચેરમેન પુષ્‍કર પટેલ, મ્‍યુ. કમિશનર અમિત અરોરા

રાજકોટ તા. ૧૮ : ફાયર એન.ઓ.સી. માટેના કેટલાક અવ્‍યવહારૂ અને અશક્‍ય નિયમોને અંતે તંત્ર વાહકોએ નાબુદ કરી નાખતા બિલ્‍ડરોને મોટી રાહત થઇ છે. ફાયર એન.ઓ.સી. માટે હાઇરાઇઝડ બિલ્‍ડીંગમાં બે સીડી ફરજીયાત હતી તે હવે માત્ર ૧ સીડી હશે તો પણ માન્‍ય રખાશે. જેવા બે ત્રણ નાના-મોટા ફેરફારો કરાયા છે જે બિલ્‍ડરો માટે રાહતરૂપ છે.
આ અંગે મેયર ડો.પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડિંગ કમીટીના ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, મ્‍યુનિસિપલ કમિશનર અમિત અરોરા, ફાયર કમીટીના ચેરમેન જયોત્‍સનાબેન ટીલાળા એક યાદીમાં જણાવે છે કે સરકારશ્રીના તા.૨૨-૦૧-૨૦૨૧ના નોટિફિકેશન પ્રમાણે નેશનલ બિલ્‍ડીંગ કોટ પાર્ટ-૪ પ્રમાણે હાઈરાઈઝ બિલ્‍ડીંગોમાં બે સિડી ફરજીયાત હતી. જે બાબતે સ્‍થાનિક બિલ્‍ડરોની રજુઆત અન્‍વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારશ્રીમાં જે અંતર્ગત રજુઆત કરવામાં આવેલ. જેના અનુંસધાને સરકારશ્રી દ્વારા જણાવેલ હાલ જયાં સુધી ફાયર રેગ્‍યુલેશન ૨૦૨૧ અમલ માં ન આવે ત્‍યાં સુધી ફાયર રેગ્‍યુલેશન ૨૦૧૬ અને ૨૦૧૮ મુજબની અમલવારી કરવા જણાવેલ જેનાથી હાલ જેટલા પણ બિલ્‍ડીંગ પ્‍લાન ફાયર સર્વિસમાં ઈન્‍વર્ડ કરવામાં આવશે જે એક જ સીડીમાં મંજુર કરવામાં આવશે.
આ ઉપરાંત ફાયર એન.ઓ.સી.નો સમયગાળો એક વર્ષનો હતો જે હવે ન્‍યુ ફાયર એન.ઓ.સી. હોય તો તેમની વેલીડીટી-૦૩ વર્ષની અને રીન્‍યુઅલ હશે તેની ૦૨ વર્ષની વેલીડીટીનો સમયગાળો કરવામાં આવેલ છે. જેનાથી લોકોને વારંવાર દરવર્ષના સમયગાળામાંથી મુક્‍તિ મળેલ છે. આ નિર્ણય થવાથી ઘણા બાંધકામો વિલંબમાં પડેલ જે આગળ વધી શકશે જેનાથી રોકાણકારો મોટો હાસકારો અનુભવશે. એ સિવાય એન.ઓ.સી નો સમયગાળો વધવાથી જયાં આ એન.ઓ.સીની જરૂરિયાત દર વર્ષે હતી અપલોડ કરવી પડતી હતી. જેમાંથી પણ છુટકારો મળશે. તેમ અંતમાં પદાધિકારીઓએ જણાવેલ.

 

(3:09 pm IST)