Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

કોરોનારૂપી આપદાએ આયુર્વેદ પ્રત્યે વિશ્વાસ મજબુત કર્યોઃ પ્રેમનાથ મિશ્રા

રાજકોટ તા. ૧૭ : કોરોનાએ આપણને ફરીથી આયુર્વેદિક ઉપચારોની અસરકારકતા અને રોગને મુળમાંથી નાશ કરવાની શકિતનો અનુભવ કરાવ્યો છે. કોરોનાના આ કાળમાં આયુર્વેદ ઉપચાર પ્રત્યે આવો જ દ્રઢ વિશ્વાસ પ્રસ્થાપિત થયો છે ૫૮ વર્ષીય પ્રેમનાથભાઈ મિશ્રાને.

૪-૫ દિવસ ખાનગી હોસ્પિટલમાં દવા લીધા બાદ પણ તબિયતમાં સુધારો ન થયો. ઘરમાં હળદરવાળું દૂધ, નાસ, આયુર્વેદિક ઉકાળો ચાલુ જ હતો. છઠ્ઠા દિવસે ભયંકર તાવ, શરીરમાં નબળાઈ પણ મન મજબૂત હતું. એકલો બાઈક લઈને ગયો અને એન્ટીજન ટેસ્ટ કરાવ્યો. ટેસ્ટ પોઝીટીવ આવતા કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વગર સારવાર અર્થે સમરસ કોવીડ કેર સેન્ટરમાં દાખલ થયો અને સાજો થયો. ત્યાં સુધીમાં કોરોનારૂપી આપદાએ મારામાં આયુર્વેદ પ્રત્યેનો વિશ્વાસ મજબુત કરી દીધો હતો.  પ્રેમનાથભાઈની જેમ અનેક લોકો તન-મનની શકિતના સંગઠન સાથે કોરોનામુકત થયા છે. એટલું જ નહીં, પોતાના રોજીંદા જીવનમાં આયુર્વેદને સ્થાન આપીને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ બની રહ્યા છે.

સમરસ કોવીડ કેર સેન્ટરમાં મળેલી સારવાર અને પોતાના અનુભવ વિષે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, કોરોના થયાં બાદ સમજાયું કે ઉંમરના આંકડામાં ફસાવાનું નથી. મોટી ઉંમર હોય તો થોડી વધુ કાળજી રાખવી પણ ગભરાવું તો નહીં જ. અને બીજી વાત એ કે જયાં સુધી કોરોનાની દવા ન આવે ત્યાં સુધી આયુષ મંત્રાલયએ સુચવેલા આયુર્વેદિક ઉકાળા અને શમશમવટ્ટીનું સેવન કરવું.

(1:24 pm IST)