Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

રવિવારે રક્ષાબંધન : રાખડી બજારમાં રોનક : સુતરના તાંતણે બંધાશે ભાઇ બહેનનો પ્રેમ

રાજકોટ તા. ૧૭ : રવિવારે રક્ષાબંધનનું પર્વ છે. શ્રાવણી પૂનમ બળેવ અને રક્ષાબંધન પર્વ તરીકે ઉજવાય છે. સુતરના તાંતણે ભાઇ બહેનનો પ્રેમ બંધાશે. વ્હાલા વીરાને કાંડે રાખડી બાંધવા બહેનડીઓ રાખડીની ખરીદીમાં લાગી પડી છે. રાખડીની બજારોમાં ભાત ભાતની ને જાત જાતની ઝગારા મારતી અવનવી રાખડીઓનું આગમન થઇ ચુકયુ છે. એક સમયે વાદળીવાળી રંગબેરંગી મોટી રાખડીઓનો જમાનો હતો. પરંતુ હવે મોતી, રૂદ્રાક્ષથી મઢેલી નાની રાખડીઓનો ક્રેઝ વધ્યો છે. ભૂદેવો પણ યજમાનોને બાંધવા સુતરના તાંતળાવાળી રાખડી પર પસંદગી ઉતારે છે. હીરાઝડીત અને ચાંદીની સાંકળીવાળી રાખડી પણ બજારોમાં મળે છે. રક્ષાબંધન પર્વને હવે ગણત્રીના દિવસો જ બાકી રહ્યા હોય બજારોમાં ખરીદી નીકળી પડી છે. રાખડી સાથે શુભેચ્છા કાર્ડ પણ બજારોમાં મળવા લાગ્યા છે.  તસ્વીરમાં હોંશે હોંશે રાખડીની ખરીદી કરતી બહેનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:09 pm IST)