Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

જય ગુરૂદેવ મહિલા સમિતિ દ્વારા રાસ ગરબા

રાજકોટ :  જય ગુરૂદેવ મહિલા સમિતિ અને એન્જોય બચ્ચા પાર્ટી દ્વારા તા. ૧પ ઓગસ્ટના રાસ ગરબાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે શાંતિલાલભાઇ ચાનપુરા, નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઇ મહિલા મીલન કલબનાં પ્રમુખ રીટાબેન કોટક, ઉત્કર્ષ કલબના અલ્કાબેન લાલ, રઘુવંશી લેડીઝ કલબના પ્રમુખ બિંદીયાબેન અવલાણી, ડબલ્યુ સીસીના પ્રમુખ ફાલ્ગુનીબેન ગોકાણી, આરતીબેન ટીલાવત, સહેલી એકટીવીટી ગૃપના પ્રમુખ જીતાબેન દતાણી, ગાંધીગ્રામ મૈત્રી મંડળના પ્રમુખ કમલાબેન ભાગ્યોદય, રોનકબેન પારેખ, વોર્ડ નં. ૭ના ભાજના મહામંત્રી પ્રિતીબેન પાઉં, મયંકભાઇ પાંવ, પિનાબેન કોટક, જીજ્ઞાબેન પજવાણી, દિવ્યાબેન સાયાણી ઉપસ્થિત રહેલ. વિજેતાઓને ઇનામો અપાયા હતા. સરકારી ગાઇડ લાઇનનું પાલન કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શોભનાબેન બાટવીયા, રશ્મીબેન પજવાણી, હીનાબેન બગડાઇ, દિનેશભાઇ બાટવીયા વિગેરેએ જહેમત ઉઠાવેલ. કાર્યક્રમનું સંચાલન શાંતીલાલભાઇ ચાનપુરાએ કરેલ. તે પ્રસંગની તસ્વીરી ઝલક.

(2:59 pm IST)