Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

અનિલ જ્ઞાન મંદિરમાં ગુણુલાલના હસ્તે ધ્વજવંદન

રાજકોટઃ અહિંના રૈયા રોડ ઉપર બ્રહ્મ સમાજ ચોકમાં આવેલી સરગમ કલબ સંચાલિત સ્કૂલ અનિલ જ્ઞાન મંદિર અને સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલમાં સ્વાતંત્ર્ય દિને આ પ્રસંગે રાષ્ટ્રગીતની સુરાવલીઓ સાથે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે  કલબના કમીટી મેમ્બર ભરતભાઈ સોલંકી તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલના વિદ્યાર્થી ભાઇ-બહેનોએ દેશભકિતના ગીતો રજૂ કર્યા હતા તો વિદ્યાર્થીઓએ ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષામાં સ્પીચ આપીને સૌને દંગ કરી દીધા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી છાયાબેન દવે તથા શિક્ષિકાઓ શીતલબેન, રાજેશ્વરીબેન, અવનીબેન, કાજલબેન, જાગૃતીબેન, ગુંજનબેન,દિવ્યાબેન, આરતીબેન, દિપ્તીબેન, જહાનવીબેન, જલ્પાબેન, હેતલબેન, રવિભાઈ અને સંદીપભાઈ ઉપરાંત ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.  કાર્યક્રમના સંસ્કૃત વિષયના શિક્ષિકા આશાબા જાડેજાએ પણ વકતવ્ય આપ્યું હતું.  સંચાલન નિશાબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

(2:58 pm IST)