Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

કાલે જુનાગઢમાં ઓશો સન્યાસી હરિદાસ ભારતીના પુસ્તક 'મેરી નજરે મોતી આયા' ભાગ-૫નું વિમોચન

વિમોચન મુંબઇના ઓશો સન્યાસીની 'માં માયા'ના હસ્તે ૨૨ જેટલા સંતો-મહંતોની ઉપસ્થિતિમાં વિમોચનઃ વિસાવદર તાલુકાનું 'સરસઇ' ગામે સંત રોહીદાસ આશ્રમ પર સરકારી ગાઇડ લાઇન પ્રમાણે કાર્યક્રમ

 રાજકોટઃ વિસાવદર તાલુકાનું સરસાઇ ગામે આવેલ સંત રોહીદાસ આશ્રમ પર તા.૧૮ને બુધવારે સાંજે ૫ વાગ્યે 'મેરી નજરે મોતી આયા' ભાગ-૫નું વિમોચન મુંબઇના ઓશો સન્યાસીની માં માયાના હસ્તે ૨૨ જેટલા સંતો મહંતોની હાજરીમાં તથા ખડીયાના જયોતિમર્ય પરિવારના માં ધ્યાન સમાધિની ઉપસ્થિતિમાં પુસ્તક વિમોચનના કાર્યક્રમનું આયોજન ઓશો પ્રેમકમલ ધ્યાન કેન્દ્ર જુનાગઢ દ્વારા સરકારી ગાઇડ લાઇન અનુસાર કરવામાં આવ્યું છે.

જુનાગઢના ઓશો પ્રેમકમલ દ્વારા ધ્યાન કેન્દ્રના સંચાલક સ્વામી હરીદાસ ભારતી છેલ્લા ૨૦ વર્ષથી ભારત ભમ્રણ કરીને ભારતભરના સંતો-મહંતોના જીવન કવનનું રૂબરૂ જઇ અભ્યાસ કરેલ છે. જેમકે સંતો મહંતોના જન્મ-જગ્યા-સમાધિ તેમના ભજન કિર્તન વગેરેની રચનાઓ તેઓએ તેમના પુસ્તક 'મેરી નજરે મોતી આયા' ભાગ-૧ થી ૫માં સમાવેશ કરેલ છે. જેનો ટુંકાણમાં નીચે પ્રમાણે  પરીચય આપેલ છે.

૧. 'મેરી નજરે મોતી આયા' ભાગ ૧ (આવૃતિ ૩) પ્રગટ તા.૧૧,૧૨,૨૦૧૩ પેઇજ ૪૮૦ કિંમત ૨૮૦ રૂપિયા આ પુસ્તકમાં કુલ ૧૦૮ સંતોનું જીવન કવન ફોટાઓ સહિત આપવામાં આવેલ છે. અન્ય ૧૦ સંતોના અણમોલ સુત્રો આપવામાં આવેલ છે. નાથદ્વારાના સંતો, સાહેબ ધારાના સંતો, બાવરી સાહીવારી ધારાના સંતો, સુફિ સંતો અને નિરાંત ધારાના સંતો આવરી લેવામાં આવેલ છે.

૨.'મેરી નજરે મોતી આયા' ભાગ-૨ (આવૃતિ ૧) પ્રગટ તા.૧૧.૧૨.૨૦૧૩ પેઇજ ૩૬૮ કિંમત ૨૫૦ રૂ. જેમાં કુલ ૪૨ સંતોનું જીવન કવન આપવામાં આવેલ છે.

૩.'મેરી નજરે મોતી આયા' ભાગ-૩ (આવૃતિ ૧) પ્રગટ તા.૩.૯.૨૦૧૫ પેઇજ ૩૨૦ કિંમત ૨૫૦ રૂ. આ પુસ્તક મુખ્ય ૧૮ સંતોનું જીવન કવન આપવામાં આવેલ છે.

૪. 'મેરી નજરે મોતી આયા' ભાગ -૫ (આવૃતિ ૧) પ્રગટ તા.૨૪.૭.૨૦૨૧ પેઇજ ૩૨૦ કુલ ૩૪ સંતોના જીવન કવન આપેલ છે. જેની કિંમત ૩૨૦ રૂ. છે. આ પુસ્તકનું વિમોચન ૧૮ તારીખને બુધવારના રોજ સરસઇ ગામે સાંજે ૫ વાગ્યે સંતો મહંતોની હાજરીમાં આપવામાં આવેલ છે.

ઉપરોકત કાર્યક્રમમાં સહભાગી થવા માટે ધર્મપ્રેમી જનતાને સ્વામી હરીદાસ ભારતીનું હાર્દિક નિમંત્રણ છે. ઉપરોકત પુસ્ત્તકોના સેટની કિંમત ઉપર ૧૦ ટકા વળતર આપવામાં આવશે. રાજકોટ ખાતે પુસ્તક મેળવવા માટે સ્વામી સત્ય પ્રકાશ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ વિવેકાનંદ ઓવરબ્રિજની બાજુમાં ૪ વૈદ્યવાડી ડીમાર્ટની પાછળ રાજકોટ મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬

ઉપરોકત કાર્યક્રમની તથા પુસ્તકની વિશેષ માહિતી માટે સ્વામિ હરીદાસ ભારતી મો.૯૯૭૯૭ ૮૭૨૩૦, ૯૯૦૯૩  ૧૦૩૧૧ નો સંપર્ક કરી શકાશે

(11:42 am IST)