Gujarati News

Gujarati News

News of Thursday, 17th March 2022

સ્વામિનારાયણ ચોકની શ્રીહરિ શરાફી મંડળીના સંચાલકો ૫૦૦ રોકાણકારોના નાણા ડૂબાડી ભૂગર્ભમાં: રજૂઆત

૬૫ મહિનામાં ડબલ અને ડેઇલી બચત પર ૧૩ ટકા વ્યાજની લાલચ આપી હતી : અગાઉની અરજીમાં કોઇ કાર્યવાહી ન થતાં પોલીસ કમિશનરને ફરિયાદ કરવા આવ્યાનું રોકાણકારોનું કથન

રાકોટ તા. ૧૭: સ્વામિનારાયણ ચોક ખાતે આવેલી શ્રી હરિ શરાફી મંડળીના સંચાલકો અંદાજીત ૫૦૦ જેટલા રોકાણકારોના નાણા ડુબાડી ભૂગર્ભમાં ઉતરી ગયાની ફરિયાદ સાથે રોકાણકારો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતાં અને રજૂઆત કરી હતી.

એડવોકેટ મિહીર દાવડાની આગેવાનીમાં થયેલી રજૂઆતમાં જણાવાયુ છે કે અગાઉ રોકાણકારોના નાણા ડૂબી ગયા મામલે પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. પરંતુ તપાસ આગળ વધી ન હોઇ આજે પોલીસ કમિશનરને ફરિયાદ કરવી પડી છે. શ્રીહરિ શરાફી મંડળીના પ્રકાશ બોઘરા, જગદીશ સાવલીયા, ધીરૃ વીરડીયા, રૃખડ ટોળીયા, રાજેશ સોલંકી, ઠાકરશી શીંગાળા, ભરત સાંગાણી, સુરેશ મારૃ, જયંતિ પરસાણા, મનસુખ કાછડીયા, ગીરીશ પટેલ, રોહિત બોઘાણી સહિતે ૬૫ માસમાં રૃપિયા ડબલની તથા ડેઇલી બચત પર ૧૩ ટકા વ્યાજની લોભામણી જાહેરાતો કરી પાંચસો જેટલા બચતકારો પાસેથી કરોડો રૃપિયા ઉઘરાવી મંડળીની ઓફિસ બંધ કરી દીધી હતી અને સંચાલકો ભુગર્ભમાં ઉતરી ગયાનો આક્ષેપ કરાયો છે. આ મામલે તપાસ કરાવી ગુનો દાખલ કરાવી રોકાણકારોને ન્યાય અપાવવા માંગણી કરી છે.

(3:47 pm IST)