Gujarati News

Gujarati News

News of Thursday, 17th March 2022

શાપર ઓવરબ્રીજ પાસે 'હિટ એન્ડ રન' : વાહનની હડફેટે અજાણ્યા યુવાનનું મોત

ચાલક અસ્કમાત સર્જી નાશી ગયો: યુવાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડી દીધો

રાજકોટ,તા. ૧૭ : શાપર -વેરાવળ ઓવરબ્રીજ નજીક 'હિડ એન્ડ રન' ની ઘટનામાં અજાણ્યા વાહનના ચાલકે અકસ્માત સર્જી અજાણ્યા યુવાનનું મોત નિપજાવી નાશી જતા શાપર પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ શાપર-વેરાવળપ ઓવરબ્રીજ નજીક એક ૩૨ વર્ષનો અજાણ્યો યુવાન ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હોવાની કોઇએ જાણ કરતા તેને ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુવાનનો માથા તથા પગના ભાગે ગંભીર ઇજા હોવાના લીધે તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. કોઇ અજાણ્યો વાહન ચાલકે અકસ્માત સર્જી યુવાનનું મોત નિપજાવી વાહનલઇને નાશી ગયો હોવાની શંકાના આધારે શાપર વેરાવળ પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:45 pm IST)