Gujarati News

Gujarati News

News of Thursday, 17th March 2022

ઝેરી કેમીકલ સોડીયમ ભરેલા ટેન્કરો ભુગર્ભમાં ઠાલવી દેવાના ગુનામાં આરોપી જામીન પર

રાજકોટ તા.૧૭ ઝેરી કેમીકલ સોડીયમ હાઇડ્રોસલ્ફાઇડ ભરેલા બે ટેન્કર લાવી ભુગર્મમાં ઠાલવી દેવાના ગુન્હામાં રાજકોટથી પકડાયેલા આરોપીને જામીન પર મુકત કરવાનો અદાલતેે હુકમ કર્યો હતો.

આ કામની હકીકત એવી છે કે સુરત મુકામે છ શ્રમીકોના મરણ જે કેમીકલના કારણે થયેલ હતા તેવા ઝરેી અને માનવ મોત ઉપજાવે તેવા ઝેરી કેમીકલના ર ટેન્કર રાજકોટ મુકામે લાવીને બારોબાર ભુગર્ભ ગટરમાં ખાલી કરવા અંગેની ફરિયાદ ગુજરાત પ્રદુુસણ નિયંત્રણ બોર્ડના કર્મચારીભરતકુમાર મોહનલાલ મકવાણાએ રાજકોટ શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી. આ કામે પોલીસ દ્વારા તપાસના કામે ગોવિંદ ઉર્ફે જગા જગાભાઇ કાનાભાઇ શિયાળ જાતે ભરવાડની આઇ.પી.સી. કલમ ૨૮૪,૧૨૦, (બી), ૩૪ તથા એન્વાયરમેન્ટ પ્રોટેકશન એકટની કલમ ૧૫ મુજબનો ગુન્હો નોંધીને તેની ધરપકડ કરેલ હતી.

ત્યારે આ કામના આરોપીએ જામીન પર છોડવા માટે અદાલતમાં અરજી કરેલ હતી. જે અંગેની દલીલો ધ્યાને રાખીને કોર્ટે આ કામના આરોપી ગોવિંદ ઉર્ફે જગો ઉર્ફે જગાભાઇ કાનાભાઇ શિયાળને શરતી જામીન પર મુકત કરેલ હતો.

આ કામે ગોવિંદ ઉર્ફે જગાભાઇ કાનાભાઇ શિયાળ વતી રાજકોટના યુવા એડવોકેટ  રમઝાન આઇ. આગરીયા રોકાયેલ હતા.

(3:20 pm IST)