Gujarati News

Gujarati News

News of Thursday, 17th March 2022

વી કેન ગ્રુપ દ્વારા વુમન્‍સ-ડે એવોર્ડ ‘પ્રાઇડ ઓફ ગુજરાત' ની ઉજવણી

રાજકોટઃ વી કેન ગ્રુપ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી મહિલાઓને સ્‍વનિર્ભર કરવા માટે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં છે જેમાં છેલ્લા નામાંકીત, સંઘર્ષ કરતી મહિલાઓને તેમના સમાજ માટે યોગદાન અને પ્રવૃતિને બિરદાવવા એવોર્ડથી સન્‍માનીત કરવામાં આવતા. આ વર્ષે એવોર્ડ થીમ હતી કે જે રીતે સફળ પુરૂષ પાછળસ્ત્રીનો હાથ છે એ જ રીતે સફળસ્ત્રી પાછળ પુરૂષનો હાથ છે આ યોગદાનમાં બંનેનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ સાથે ગુજરાતમાંથી અમદાવાદ, જામનગર, બરોડાથી પણ બહેનોના યોગદાનની નોંધ લેવાઇ હતી. કાર્યક્રમની શરૂઆતમાં રામાયણ અભિપ્રાયની પણ જાહેરાત કરવામાં આવી હતી. રઘુવંશી અગ્રણી નિલેશભાઇ જોબનપુત્રા અને પારૂલબેન જોબનપુત્રા દ્વારા વિકેનના સહકારથી ૧૦૦૮ રામાયણ નિઃશુલ્‍ક આપવામાં આવશે. આ તકે રઘુવંશી અગ્રણી બીનાબેન કમલેશભાઇ મીરાણી વંદનાબેન ભારદ્વાજ, લીનાબેન શુકલ, જયોતિબેન ટીલવા, કાશ્‍મીરાબેન નથવાણી, જયોત્‍સનાબેન ટિલાળા, ડો. રાજશ્રીબેન ડોડીયા ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાના ઘનશ્‍યામભાઇ કોટકનું માર્ગદર્ર્શન સાથે શિવાની કોટકે સંચાલન કર્યું હતું. ડો. પીના કોટક, ડો. તૃપ્તિ રાજાએ જહેમત ઉઠાવી હતી.

 

(2:59 pm IST)