Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

પરાપીપળીયા વાડીએ ઝેરી દવા પી લેનાર સોનલ ઉર્ફે પાયલે દમ તોડ્યો

બે દિવસ પહેલા ઘરકામ બાબતે પિતાએ ઠપકો આપતા દવા પી લીધી'તી

રાજકોટ,તા. ૧૬ : પરાપીપળીયા પાસે વાડીમાં ઝેરી દવા પી લેનાર સગીરાનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યુ છે.

મળતી વિગત મુજબ મુળ ચોટીલાની હાલ પરાપીપળીયા પાસે વાડીમાં પરિવાર સાથે રહેતી સોનલ ઉર્ફે પાયલ અશોકભાઇ પરબતાણી (ઉવ.૧૭)એ ગત તા. ૧૩ના રોજ વાડીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી ત્યાં ગઇ કાલે તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. મૃતક સોનલ ઉર્ફે પાયલ બે બહેન બે ભાઇમાં વચેટ હતી. બે દિવસ પહેલા ઘરકામ બાબતે પિતાએ ઠપકો આપતા લાગી આવતા તેણીએ આ પગલુ ભર્યું હોવાનું ખુલ્યુ હતું. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ અકવાલીયા તથા રાઇટર મહેશભાઇ કછોટે કાર્યવાહી કરી હતી. 

(3:09 pm IST)