Gujarati News

Gujarati News

News of Wednesday, 16th March 2022

રૈયા રોડ પર કનૈયા મિત્ર મંડળ દ્વારા સતત ૨૫ માં વર્ષે થશે હોલીકા દહન

રાજકોટ તા. ૧૬ : રૈયા રોડ પર કનૈયા મિત્ર મંડળ દ્વારા હિન્‍દુ ધર્મના તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. તે અંતર્ગત સતત ૨૫ માં વર્ષે હોલીકા દહનનું કાલે ગુરૂવારે સાંજે આયોજન કરાયુ છે. સીલ્‍વર જયુબેલી ઉજવણીરૂપ આ કાર્યક્રમના પ્રારંભે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સ્‍ટેન્‍ડીંગ ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, કોર્પોરેટર જીતુભાઇ કાટોડીયા, પૂર્વ કોર્પોરેટર રણછોડભાઇ ભરવાડ સહીતના આગેવાનો ઉપસ્‍થિત રહેશે. સમગ્ર હુતાસણી પર્વને સફળ બનાવવા કનૈયા મિત્ર મંડળના સર્વશ્રી રાજુભાઇ ડાંગર, તુલસીભાઇ ડાંગર, નાગજીભાઇ ડાંગર, હિતેષભાઇ ડાંગર, પ્રભાતભાઇ જાંટીયા, મેઘરાજસિંહ ઝાલા, કાથડભાઇ મકવાણા, કાળુભાઇ મકવાણા, બાબુભાઇ હેરભા, દીપકભાઇ ડાંગર, પ્રભાતભાઇ ચાવડા, ધર્મેશભાઇ મિયાત્રા, અરજણભાઇ મકવાણા, હરીભાઇ ચાવડા, બાબુભાઇ મકવાણા, કાનાભાઇ ડાંગર, રણછોડભાઇ ભરવાડ, રામભાઇ ભરવાડ, લાખાભાઇ સોનારા, આનંદભાઇ ઓઝા, પિયુષભાઇ ભટ્ટ, કમલેશભાઇ, વિજયભાઇ લુહાર, રમેશભાઇ લુહાર, નીલેશભાઇ લુહાર, વરજાંગભાઇ ભરવાડ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. 

(3:25 pm IST)