Gujarati News

Gujarati News

News of Wednesday, 16th March 2022

સ્‍વસ્‍થ શરીર માટે યોગ્‍ય ઉંઘ અનિવાર્ય : ડો.જયેશ ડોબરીયા

વર્લ્‍ડ સ્‍લીપ ડે અંતર્ગત રેસકોર્ષ ખાતે જનજાગૃતિ અર્થે સિનર્જી હોસ્‍પિટલના ઉપક્રમે કલેકટર અરૂણ મહેશ બાબુ તેમજ તબીબો ડો.મિલાપ મશરૂ, ડો.વિશાલ પોપટાણીની ઉપસ્‍થિતિમાં રેલી નીકળી : લોકોને ઉંઘનું મહત્‍વ સમજાવ્‍યુ

રાજકોટ : World Sleep Day ની ભવ્‍ય ઉજવણી સિનર્જી સુપર સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલ ની ટીમ તથા ડો. જયેશ ડોબરિયા દ્વારા જનજાગળતિ અભિયાન આજે રેસકોર્સ રાજકોટ ખાતે ઉજવવામાં આવ્‍યો જેમાં કલેક્‍ટરશ્રી અરૂણ મહેશ બાબુ ઉપસ્‍થિત રહ્યા અને પોતાની અભિવ્‍યક્‍તિને વ્‍યક્‍ત કરી તથા ડો. જયેશ ડોબરીયાને સમાજમાં આ પ્રકારની જાગળતિ અભિયાન ફેલાવવા બદલ બિરદાવ્‍યા. ભારતના નામી ક્રિકેટર ચેતેશ્વર પુજારા દ્વારા સંદેશ પાઠવી આ કાર્યક્રમને બિરદાવ્‍યો. કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા અર્થાત તમે જાતે તંદુરસ્‍ત અને નિરોગી રહો કારણકે સ્‍વસ્‍થ તનની અંદર જ એક સ્‍વસ્‍થ મન રહી શકે છે અને જીવનના શ્રેષ્‍ઠ મુકામે પહોંચવા માટે અર્થાત સમાજ કે રાષ્‍ટ્ર ને  કંઈક આપવા માટે એક સશક્‍ત મન અને તન હોવું અનિવાર્ય છે. પરંતુ શું તમે જાણો છો કે તંદુરસ્‍ત રહેવા માટે પૂરતા પ્રમાણમાં અને યોગ્‍ય ઊંઘનું પણ એટલું જ મહત્‍વ છે.

માનવજીવનનો પોતાનો ૩૩% ટકા સમય ઊંઘમાં પસાર થાય છે પરંતુ શ્રેષ્‍ઠ ઊંઘ વગર શારીરિક અને માનસિક કાર્ય પર અસર કરે છે. જરૂરી નથી કે રોજના દસથી બાર કલાક સુધી ઊંઘનાર વ્‍યક્‍તિની ઊંઘ ને શ્રેષ્‍ઠ ઊંઘ કહી શકાય, શ્રેષ્ઠ ઊંઘનો મતલબ છે કે યોગ્‍ય પ્રમાણમાં ઊંઘ આવવી, જેમાં તમારા શરીરમાં યોગ્‍ય પ્રમાણમાં ઓક્‍સિજનનું પ્રમાણ મળી રહે તથા તમારૂં મન શાંત અને શરીરના અવયવો ને પૂરતો આરામ મળે. યોગ્‍ય ઊંઘ ન આવવી પણ એક મોટી સમસ્‍યા છે. જેના કારણે માનસિક બીમારી થઈ શકે છે. આના સંદર્ભમાં ડો. જયેશ ડોબરીયા દ્વારા આજે એક અભિયાન ચલાવવામાં આવ્‍યું જેમાં સવારે છ વાગ્‍યે  ૨૦૦થી ૨૫૦ લોકો આ જનજાગળતિ રેલી માં જોડાયા જે કિશાન પરા ચોક, રેસકોર્ષ રીંગરોડ થી ચાલુ થઈ અને રેસકોર્ષ રીંગ રોડ ની ફરતી રાઉન્‍ડ મારી ત્‍યાં પૂર્ણ થઈ.

રેલીમાં ઘણા સ્‍લોગન અને બેનરો દ્વારા જનજાગળતિમાં ઊંઘનું શું મહત્‍વ છે એને દર્શાવવાનો પ્રયત્‍ન કર્યો, જેવા કે અપૂરતી ઊંઘ ની નિશાની દિવસ થાક લાગવો, દિવસ દરમિયાન ઊંઘ આવવી, એકાગ્રતાનો અભાવ. તંદુરસ્‍ત જીવનનો આધાર પૂરતી ઊંઘ, પોષણયુક્‍ત આહાર, શારીરિક અને માનસિક કસરત. યાદ શક્‍તિ માટે ઊંઘ જરૂરી છે. તમારા નસકોરા નો ઇલાજ કરાવવો અને બીજાને સુવા દો. લગ્નનું આઠમું વચન હું નસકોરા નહિ બોલાવું, હું શાંતિથી સુઈશ અને તને સુવા દઈશ. તમારા નસકોરાં ઘણું બધું કહે છે તેને અવગણશો નહીં.

રેલી સમાપ્ત થયા પછી જયેશ ડોબરીયા દ્વારા ઊંઘનું મહત્‍વ, યોગ્‍ય ઊંઘ કોને કહેવાય, નસકોરા સાથેનું સારી કે ખરાબ ઊંઘ, શું આપણી અપૂરતી ઊંઘ ડાયાબિટીસ બ્‍લડ પ્રેશર જેવા રોગો ને નોતરી શકે છે, કયા પડખે સૂવું જોઈએ વગેરે જેવા પ્રશ્નોના ઉત્તર આપ્‍યા તથા ડોક્‍ટર વિશાલ પોપટાણી દ્વારા હૃદય પર થતી ઊંઘની અસરની વિસ્‍તળત માહિતી આપી.

ડો. જયેશ ડોબરીયા અને સિનરજી હોસ્‍પિટલની ટીમ દ્વારા "World Sleep Day" સંદર્ભમાં આ વર્ષનું સ્‍લોગન છે "Quality Sleep,Sound Mind , Happy World"નું જાગળતિ અભિયાન ચલાવ્‍યું અને સમાજમાં અનિંદ્રાથી થતા રોગો તથા યોગ્‍ય ઊંઘનું મહત્‍વ સમજાવ્‍યું.

(3:57 pm IST)