Gujarati News

Gujarati News

News of Wednesday, 16th March 2022

રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ૧૧૭૭ પ્રાથમિક શિક્ષકોની ઘટ

(અશ્વિન  વ્યાસ દ્વારા) ગાંધીનગર,તા. ૧૬ : રાજકોટ અને પોરબંદર જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ અંગે કોંગ્રેસના લલિત વસોયાના અતારાંકિત પ્રશ્નના ઉતરમાં શિક્ષણમંત્રીએ જણાવ્યુ હતુ કે તા. ૩૦/૯/૨૦ની સ્થિતી રાજકોટ અને પોરબંદર જિલ્લામાં સરકારી પ્રાથમીક શાળામાં જુદા-જુદા તાલુકા પ્રમાણે કુલ ૧૧૭૭ શિક્ષકોની ઘટ છે.

સરકાર આ બાબતે ગંભીરતાથી ગણે છે. આ શિક્ષકોની ઘટ બને તેટલી ઝડપથી પૂર્ણ કરવા માટે સરકાર દ્વારા તૈયારી ચાલી રહી છે. આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને શિક્ષકોની ઘટ પૂર્ણ થાય તેવા પ્રયાસો સરકારના રહેશે.

(2:46 pm IST)