Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

મેની મેની હેપ્પી રિટર્ન્સ ઓફ ધ ડે...

'અકિલા'ના મોભી કિરીટભાઇ ગણાત્રાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

'અકિલા'ના મોભી કિરીટભાઇ ગણાત્રાનો ગઇકાલે જન્મદિવસ હતો. આ પ્રસંગ તેમણે અત્યંત સાદાઇથી ઉજવ્યો હતો. આમ છતાં મિત્રો-શુભેચ્છકો-સગા સંબંધીઓ-રાજકારણીઓ-કર્મચારીઓ-મીડિયા ક્ષેત્રના લોકો વગેરેએ સોશ્યલ મીડિયાના માધ્યમથી તેમના ઉપર શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો. સૌ કોઇની શુભેચ્છાઓનો કિરીટભાઇએ આદરપૂર્વક સ્વીકાર કરી સૌનો આભાર પણ માન્યો હતો. આજે તેમને શુભેચ્છા પાઠવવા માટે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ 'અકિલા' કાર્યાલયે આવ્યા હતા અને તેમણે કિરીટભાઇને ફુલનો ગુલદસ્તો અર્પણ કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. એટલુ જ નહીં તેમણે કિરીટભાઇ સાથે રાજકોટ શહેરનો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે પણ ઉંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરી હતી. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:07 pm IST)