News of Wednesday, 14th February 2018

રાજકોટમાં ડીએચએલના સર્વિસ સેન્ટરનો પ્રારંભ

અમદામાદઃ રાજકોટમાં તેનું સર્વિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં તેનું આ ચોથું સર્વિસ સેન્ટર છે, જે સાથે રાજયમાં કંપનીની નેટવર્ક ક્ષમતાઓ ઓર વધી છે. સૌરાષ્ટ્રમાં ૨૫૧૮ ચોરસફૂટનું એકમ ગુજરાતમાં આંતરાષ્ટ્રીય એકસપ્રેસ સેવાઓ માટે વધતી માગણીને ટેકો આપશે. તેનું ઉદઘાટન ડીએચએલ એકસપ્રેસ ઈન્ડિયાના કન્ટ્રી મેનેજર આર એસ સુબ્રમણિયન અને જ્યોતિ સીએનસી ઓટોમેશન લિ. રાજકોટના સીએમડી પી.જી.જાડેજાને હસ્તે કરાશે.

આ અવસરે ડીએચએલ એકસપ્રેસ ઈન્ડિયાના કન્ટ્રી મેનેજર આર એસ સુબ્રમણિયને જણાવ્યું હતું કે રાજકોટમાં અમે સર્વિસ સેન્ટર સ્થાપીને અમારા ગ્રાહકોની વધતી વેપારની જરૂરતોને ટેકો આપવા માટે અમારી નેટવર્ક ભમતાઓને મજબૂત બનાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. રાજકોટ સાથે અમે એશિયામાં સૌથી વિશાળ ઓટોમોબાઈલ ઝોન્સમાંથી એક બનવા માટે સુસજ્જ છીએ અને જામનગર તથા મોરબીથી નિકાસ વધશે, જેને લીધે આ એકમ શરૂ થવાથી વૈશ્વિક બજારમાં ગુજરાત સાથે જોડાણની અમારી કટિબદ્ધતા પર વધુ ભાર અપાશે.

(4:27 pm IST)
  • પ્રિયંકા ચોપડાએ ગીતાંજલિ બ્રાન્ડ જ્વેલરીની જાહેરાત માટે તેને પૈસાની ચુકવણી કરવામાં ન આવી હોવાના અને તે આ મામલે અબજોપતિ નિરવ મોદી વિરુદ્ધ કેસ કરવાની હોવાના વેહતા થયેલા મીડિયા એહવાલોને નકારી કાઢ્યા છે. જો કે પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે તેણે ગીતાંજલિ સાથેનો કોન્ટ્રાકટ કેન્સલ કરી દેવાનો નિર્ણય લીધો છે. તે હવે આ બ્રાન્ડની જાહેરાતમાં નહિં દેખાય. આ પાછળ પ્રિયંકાએ નિરવ મોદી પર થયેલા છેતરપિંડીના આરોપોને જવાબદાર ગણાવ્યા હતા. access_time 11:51 pm IST

  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પર : ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 4:11 pm IST

  • આજે વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ : ભારતમાં નહિં દેખાય : રાત્રે ૧૨:૨૫ થી શરૂ થશે સૂર્યગ્રહણ access_time 3:40 pm IST