Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

અવધ રોડ પર સ્કાય હિલ્સમાં ૧૧મા માળેથી પટકાતાં ૧૬ વર્ષની રતનનું મોત

મુળ મધ્યપ્રદેશની વતની હતીઃ બનાવથી મજૂર પરિવારોમાં અરેરાટી

રાજકોટ તા. ૧૪: અવધ રોડ પર નવા બની રહેલા સ્કાય હિલ્સ નામના બિલ્ડીંગની સાઇટ પર મજૂરી કામ કરતી મુળ મધ્યપ્રદેશની સગીરા અગિયારમા માળેથી અકસ્માતે પટકાતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

મુળ એમપી જાંબુવા સરસ્વત ગામની રતન જામસીંગભાઇ અખાડે (ઉ.વ.૧૬) સ્કાય હિલ્સની સાઇટ પર મજૂરી કરતી હોઇ અહિ અગિયારમા માળેથી પટકાતાં મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના સાજીભાઇ ખેરાણી અને અનુજભાઇ ડાંગરે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર બે ભાઇ અને બે બહેનમાં નાની હતી. તે બે ભાઇઓ સાથે અહિ રહેતી હતી. સવારે અગિયારમા માળે કચરા સફાઇનું કામ કરતી વખતે અકસ્માતે પડી ગયાનું તપાસમાં ખુલ્યું હતું. તેના માતા-પિતા વતનમાં રહે છે. 

(3:28 pm IST)