Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

સંયુકત ખેડવાણ જમીન માત્ર સોગંદનામાના આધારે તબદીલ થઇ શકે નહીઃ ચુકાદો

નીચેની કોર્ટમાં થયેલ દાવો રદઃ અપીલ મંજુર કરતી કોર્ટ

રાજકોટ, તા.૧૪: જસદણના રહીશ જેન્‍તીભાઇ હીરાભાઇ પરમારે બહેન વિરૂધ્‍ધ બંનેની સંયુકત માલિકીની ખેડવાણ જમીન કે વાદી જેન્‍તીભાઇ તથા તેમના બહેન દ્વારા જસદણ તાલુકાના હડમતીયા ખાંડા ગામની સર્વે નં.૧૪૦ પૈકી-૨ની જમીન એકર ૩-૨૩ ગુંઠા જે.હે.આરે.ચોમી.૧-૪૪-૬૭ સંયુકત રીતે રજીસ્‍ટર વેચાણ દસ્‍તાવેજથી સને ૨૦૦૦ની સાલમાં ખરીદ કરેલ હતી. જે જમીન સંબંધે જેન્‍તીભાઇના બહેન મધુબેન હીરાભાઇ પરમાર/વા.ઓ.પ્રવીણભાઇ પરમારના પુત્ર હિરેન દ્વારા સને ૨૦૧૧ની સાલમાં ‘આપણી સંયુકત જમીનના ભાગ પાડી હિસ્‍સા જુદા કરવા છે. તે માટેના કાગળોમાં તમારી સહી કરવાની છે તેવુ સમજાવી જેન્‍તીભાઇ પાસેથી તેઓના વાદવાળી ખેડવાણ જમીનના ભાગ સંબંધે સોગંદનામું નોટરી સમક્ષ કરાવી લીધેલ હતુ અને તેવા સોગંદનામના આધારે મધુબેન હીરાભાઇ પરમારના પુત્ર દ્વારા તેઓના નામે રેવન્‍યુ રેકોર્ડ જજ સમક્ષ દાવો દાખલ કરેલ હતો.

આ દાવો જયુરીશડીકશનના કારણોસર જસદણના પ્રીન્‍સીપાલ સિવિલ જજ સમક્ષ ટ્રાન્‍સફર થયેલ અને તેને નવા નંબર આપવામાં આવેલ જે દાવો સિવિલ જજ જસદણ દ્વારા તા.૧૦-૧૨-૨૦૧૮ના રોજ નામંજૂર કરતો હુકમ ફરમાવેલ. જે હુકમથી નારાજ થઇ વાદી જેન્‍તીભાઇએ રાજકોટના ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ જજની કોર્ટમાં અપીલ દાખલ કરેલ હતી. અપીલમાં એપેલન્‍ટ તથા રિસ્‍પોડન્‍ટ તરફે સુનાવણી તથા એપેલેન્‍ટના એડવોકેટશ્રી જતીન વી.ઠકકર અને આનંદ બી. જોષીની રજીસ્‍ટ્રેશન એકટની જોગવાઇઓની રજૂઆતને ધ્‍યાને લીઇ અને એપેલન્‍ટના એડવોકેટ દ્વારા રજુ રાખવામાં આવેલ નામ.સુપ્રીમ કોર્ટ તથા નામ.ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓને ધ્‍યાને લઇ સંયુકત રીતે ખરીદેલ જમીન માત્ર સોગંદનામાના આધારે પક્ષકનો હકક કમી થઇ શકે નહિ તેવા સિધ્‍ધાંતને ધ્‍યાને લઇ એડી.ડીસ્‍ટ્રીકટ એ સેશન્‍સ જજ દ્વારા જસદણના કોર્ટનો હુકમ સિવિલ જજ દ્વારા ફરમાવેલ જજમેન્‍ટ અને હુકમનામું રદ્દ કરી એપેલન્‍ટ જેન્‍તીભાઇ હીરાભાઇ પરમારની અપીલ મંજુર કરેલ હતી. સદરહું અપીલમાં એપેલન્‍ટ વતી રાજકોટના એડવોકેટ જતીન વી.ઠક્કર, આનંદ બી. જોષી, સંદીપ ડી.પાનસુરીયા, દેવાંગ વી.ભટ્ટ, વિપુલ ટી. પંડયા, હીત આર. અવલાણી તથા અતુલ મહેતા રોકાયેલ હતા

(4:29 pm IST)