Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

જીયાણાના કારખાનાની ઓરડીમાં ચોરી કરનાર યુપીનો તીલકરામ પકડાયો

એરપોર્ટ પોલીસે બાજુના કારખાનામાંથી દબોચ્‍યોઃ અજય ચૌહાણની શોધખોળ

રાજકોટ તા.૧૩ : જીયાણા ગામ પાસે આવેલા કારખાનાની ઓરડીમાં થયેલી રૂા.૯૦ હજારની ચોરી કરનાર યુપીના શખ્‍સને એરપોર્ટ પોલીસે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ કુવાડવા રોડ જીયાણા ગામ પાસે આવેલ કારખાનાની ઓરડીમાં થયેલ ૯૦,ર૦૦ ની રોકડ અને દાગીનાની ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવની સુચનાથી એરપોર્ટ પોલીસ મથકના પી. આઇ.વી.આર.રાઠોડ તથા પી.એસ.આઇ. એચ.આર. હેરભા, હેડ કોન્‍સ કેસુભાઇ, એચ. એસ.તળાવીયા, મયુરભાઇ પટેલ તથા ગોપાલસિંહ ઝાલા સહિતે સીસીટીવી કુટેજના આધારે તપાસ કરતા તેમાં બે શખ્‍સો દેખાયા હતા બાદ પોલીસે બાતમીના આધારે બાજુના કારખાનામાં રહેતા ઉત્તર પ્રદેશના તીલકરામ રામઅચલ ચૌહાણ (ઉ.ર૩) ને પકડી લીધો હતો પોલીસે તેની પુછપરછ કરતા યુપીના અજય ઉઘનભાઇ ચૌહાણની શોધખોળ હાથ ધરી હતી.

 

(3:56 pm IST)