Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

ગાંધીગ્રામ પોલીસ વિસ્‍તારના મારામારીના કેસમાં પકડાયેલ આરોપીઓને ૧ વર્ષની સજા

રાજકોટ તા. ૧૩: અત્રે મારામારીનાં કેસમાં આરોપીઓને ૧ વર્ષની સજા તથા રૂા. ૧,૦૦૦/- દંડ ચુકવવા તથા દંડની રકમ ન ચુકવેતો વધુ ૩ માસની સજાનો હુકમ કોર્ટે ફરમાવેલ હતો.

આ કેસની વિગત એવી છેકે, ગત તા. ૧૧/૦૩/ર૦૧૪નાં રોજ બી.આર.ટી.એસ. બસ સ્‍ટોપ સામે આ કામનાં આરોપી નં. (૧) કેતન જીતેન્‍દ્રભાઇ ટીલાવત, નં.(૩) ઇલાબેન જીતેન્‍દ્રભાઇ ટીલાવત. બંને રહે. ઘંટેશ્‍વર પાર્ક કવાર્ટર નં. ૧૬ર૦, જામનગર રોડ, રાજકોટ તથા (૪) કોમલ પરેશભાઇ રાજયગુરૂ રહે. મોટા દેવળીયા તા. બાબરા જી. અમરેલી વાળાઓએ આ કામનાં મુળ ફરીયાદી નરેન્‍દ્રભાઇ કાંતિભાઇ જોષી ઉપર લાકડી વડે મારમારી તથા ઢીકા પાટુંનો મારમારી જેમ તેમ ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્‍હો કરવામાં એકબીજાને મદદગારી કરી ગુનો આચરેલ, તે સબબ મુળ ફરીયાદીએ આરોપીઓ વિરૂધ્‍ધ રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં આરોપીઓ વિરૂધ્‍ધ આઇ.પી.સી. કલમ-૩ર૩, પ૦૪, પ૦૬(ર) તથા ૧૧૪ વિગરે મુજબ ફરીયાદ નોંધાવેલ હતી.

ત્‍યારબાદ સદરહું કેસ રાજકોટનાં જયુડી. મેજી. જજ એમ. એ. મકરાણી સાહેબ સમક્ષ ચાલી જતાં નામદાર અદાલતે ફરીયાદપક્ષે રજુ રખાયેલ લેખિત તથા મૌખિક પુરાવાઓ તથા સાહેદોની જુબાનીઓ તથા સરકારપક્ષેની એ.પી.પી. શ્રીની દલિલ તથા મુળ ફરીયાદી વતી મદદગાર વકિલની થુ સરકાર દલિલ ગ્રાહય રાખી અને આ કામનાં તમામ આરોપીઓને આઇ.પી.સી. કલમ-૩ર૩ તથા ૧૧૪ હેઠળ ૧ વર્ષ સુધીની સાદી કેદ તથા દરેક આરોપીઓને રૂા. ૧,૦૦૦/-નો દંડ પેટે ચુકવવાનો તથા જો દંડની રકમ ન ચુકવે તો વધુ ૩ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામે મુળ ફરીયાદી વતી સરકારપક્ષે એ.પી.પી. શ્રીમતિ ડી. કે. શ્રીમાળી તથા હેલ્‍પીંગમાં ધારાશાષાી કૌશિક જી. પોપટ, આફતાબ એ. ત્રિવેદી, શિતલ એન. ખોખર, એફ. એ. પરાસરા તથા રજી. કલાર્ક રવિ નરેન્‍દ્રભાઇ જોષી રોકાયેલ હતા.

(5:21 pm IST)