Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

ઓનલાઇન સર્ટીફીકેટ ઓફ ઓરીજીનના પોર્ટલમાં નિકાસકારોને કોઇ પણ મુશ્‍કેલી કે સમસ્‍યા હોય તો રાજકોટ ચેમ્‍બરનો સંપર્ક કરવો

રાજકોટ,તા. ૧૩ : કેન્‍દ્ર સરકાર દ્વારા નિકાસકારો માટે સર્ટીફીકેટ ઓફ ઓરીજીન ઈશ્‍યું કરવા માટે નવેમ્‍બર-ર૦ર૧ થી કોમન ડિઝીટલ પ્‍લેટફોર્મ શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ઓનલાઈન સર્ટીફિકેટ ઓફ ઓરીજીનના પોર્ટલમાં નિકાસકારોને ભોગવવી પડતી વિવિધ મુશ્‍કેલીઓને ઘ્‍યાનમાં રાખી ડીજીએફઆઇ દ્વારા ૩૧ માર્ચ ર૦રર સુધી મુદત વધારવામાં આવેલ હતી. આ દરમ્‍યાન નિકાસકારોને પડતી મુશ્‍કેલીઓના નિવારણ અર્થે રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી રજુઆત કરી મહતમ પ્રશ્‍નોનું નિરાકરણ લાવેલ છે અને હજુ પણ જયાં સુધી કોમન ડીઝીટલ પોર્ટલમાં મુશ્‍કેલીઓનું યોગ્‍ય નિરાકરણ ન આવે ત્‍યાં સુધી મેન્‍યુઅલી ચાલું રાખવા રજુઆત કરેલ છે.

હાલ ૧લી એપ્રિલ ર૦રર થી ફરજીયાત ઓનલાઈન સર્ટીફિકેટ ઓફ ઓરીજીન ઈશ્‍યું કરવાનું રહેશે. જે અંતર્ગત નિકાસકારોને પોર્ટલમાં રજીસ્‍ટ્રેશન કરવામાં કે એપ્‍લીકેશન સબમીટ કરવામાં કોઈપણ મુશ્‍કેલી કે સમસ્‍યા ઉદ્‌ભવતી હોય રાજકોટ ચેમ્‍બરના ફોન નં. ૦ર૮૧-રરર૭૪૦૦ / રરર૭પ૦૦ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે. જેથી નિકાસકારોને પડતી મુશ્‍કેલીઓનું યોગ્‍ય નિરાકરણ લાવવા પ્રયાસ કરી શકાય. તેમ રાજકોટ ચેમ્‍બરની અખબારી યાદીમાં જણાવેલ છે. 

(4:27 pm IST)