Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

અલ્કેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીની ભવ્ય ઉજવણી

બપોરે મહાદેવની આરતી બાદ ભાંગ પ્રસાદનું વિતરણઃ સેંકડો ભાવિકોએ લાભ લીધો

રાજકોટઃ રૈયા રોડ હનુમાન મઢી પાસે અલ્કાપુરી સોસાયટીમાં આવેલા અલ્કેશ્વર મહાદેવ મંદિરે આજે મહા શિવરાત્રીની ભવ્ય ઉજવણી થઇ હતી. છેલ્લા પચ્ચીસ વર્ષથી અલ્કેશ્વર યુવક મંડળના સભ્યો આ મંદિરનું સંચાલન સંભાળે છે અને શ્રાવણ માસ તેમજ મહા શિવરાત્રી સહિતના ધાર્મિક દિવસોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છ.ે આજે શિવરાત્રી નિમીતે સવારે તેમજ બપોરે મહા આરતી યોજવામાં આવી હતી. બપોરે ભોળેનાથને અતિ પ્રિય ભાંગનો પ્રસાદ ધરાવી બાદમાં સેંકડો ભકતોમાં ભાંગ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. તસ્વીરમાં મંદિર તથા યુવક મંડળ જોઇ શકાય છે

(3:47 pm IST)