News of Saturday, 13th January 2018

શકિતનગરમાં પેવિંગ બ્લોકનું ખાતમુહુર્ત

વોર્ડ નં. ૧૦ ના શકિતનગર મેઇનરોડ તથા શેરી નં.૩ શિવાલય એપાર્ટમેન્ટ આસપાસના વિસ્તારોમાં કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાની ગ્રાન્ટમાંથી પેવીંગ બ્લોકનું કામ મંજુર કરાતા સ્થાનીક અગ્રણી વિરજીભાઇ તંતી અને મંજુલાબેન રૈયાણીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે વોર્ડ નં. ૧૦ ના પ્રમુખ જગદીશભાઇ ડોડીયા, શહેર મહામંત્રી અંકુર માવાણી, અભિષેક તાળા, કે. એ. મહેતા, મયંકભાઇ હાથી, સ્થાનિક આગેવાનો અરવિંદભાઇ ચૌહાણ,  સંજય ગોંડલીયા, રતીભાઇ ચૌહાણ, ભરતભાઇ લાડાણી, અંબાવીભાઇ કાલાવડીયા, ભગવાનજીભાઇ કાલરીયા, વિનુભાઇ દોશી, રતીભાઇ માકડીયા, નાનાલાલ માકડીયા, કેતનભાઇ કાલરીયા, જલ્પાબેન ઘાઘરા, જાગૃતિબેન ગરધરીયા, પીનાબેન કાલરીયા, રસીલાબેન સવસાણી, સીમાબેન વેકરીયા, ઉષાબેન માણસુરીયા, ક્રિષ્ટલબેન વૈશ્નાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:12 pm IST)
  • કર્ણાટકના ઉદ્યોગમંત્રીએ બેંગલુરુને દેશની બીજી રાજધાની બનાવવાની માગણી કરી access_time 11:57 am IST

  • ઉમા ભારતી નારાજ છે દિલ્હી છોડીને ભોપાલમાં : કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી દિલ્હી છોડીને ભોપાલમાં છે : મોદી કેબીનેટમાં પોતાની સ્થિતિને લઈને પરેશાન છે ઉમા ભારતી access_time 12:54 pm IST

  • ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) સામે મોટા આક્ષેપો કર્યા છે. અહેવાલો અનુસાર, અઝહરૂદ્દીને આક્ષેપ કર્યો છે કે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના કેટલાક સભ્યો તેમને HCA પ્રમુખની ચુંટણીમાં ભાગ લેવાથી રોકવા માંગે છે. access_time 1:19 pm IST