શકિતનગરમાં પેવિંગ બ્લોકનું ખાતમુહુર્ત
વોર્ડ નં. ૧૦ ના શકિતનગર મેઇનરોડ તથા શેરી નં.૩ શિવાલય એપાર્ટમેન્ટ આસપાસના વિસ્તારોમાં કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાની ગ્રાન્ટમાંથી પેવીંગ બ્લોકનું કામ મંજુર કરાતા સ્થાનીક અગ્રણી વિરજીભાઇ તંતી અને મંજુલાબેન રૈયાણીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે વોર્ડ નં. ૧૦ ના પ્રમુખ જગદીશભાઇ ડોડીયા, શહેર મહામંત્રી અંકુર માવાણી, અભિષેક તાળા, કે. એ. મહેતા, મયંકભાઇ હાથી, સ્થાનિક આગેવાનો અરવિંદભાઇ ચૌહાણ, સંજય ગોંડલીયા, રતીભાઇ ચૌહાણ, ભરતભાઇ લાડાણી, અંબાવીભાઇ કાલાવડીયા, ભગવાનજીભાઇ કાલરીયા, વિનુભાઇ દોશી, રતીભાઇ માકડીયા, નાનાલાલ માકડીયા, કેતનભાઇ કાલરીયા, જલ્પાબેન ઘાઘરા, જાગૃતિબેન ગરધરીયા, પીનાબેન કાલરીયા, રસીલાબેન સવસાણી, સીમાબેન વેકરીયા, ઉષાબેન માણસુરીયા, ક્રિષ્ટલબેન વૈશ્નાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.