Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ગ્રાહક સુરક્ષા મંડળનો વ્યાપ વધારવા તાલુકા કક્ષાએ કેન્દ્ર ઉભા કરાશે

સામાન્ય સભામાં નિર્ણય : ભેળસેળ સામે પણ ઝુંબેશનો નિરધાર

રાજકોટ તા. ૧૨ : જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની વાર્ષિક સામાન્ય સભા કોટેચા ગર્લ્સ હાઇસ્કુલના સભાગૃહ ખાતે મળી હતી. જેમાં ગ્રાહક જાગૃતિ અને સુરક્ષા પ્રવૃત્તિનો વ્યાપ વધારવા તાલુકા કક્ષાએ ગ્રાહક સુરક્ષા કેન્દ્ર ઉભા કરવા નિર્ણય લેવાયો હતો. સાથો સાથે ભેળસેળ સામે ઝુંબેશ શરૂ કરવા અને પર્યાવરણ બચાવવા પ્લાસ્ટીકના વપરાશ સામે જનજાગૃતિ લાવવા નિરધાર કરાયો હતો.

સમાજ સેવા સંગઠક યશવંતભાઇ જનાણીના પ્રમુખ સ્થાને મળેલ આ બેઠકમાં આગામી વર્ષ માટે ૧૫ સભ્યોની કાર્યવાહક કમીટીની રચના કરાઇ હતી. આ સભામાં કોટેચા ગર્લ્સ હાઇસ્કુલના ટ્રસ્ટી અને પૂર્વ નગરશિક્ષણ સમિતિના ચેરમેન મુકેશભાઇ દોશી તથા લોકવિજ્ઞાન કેન્દ્રના નિયામક ડો. રમેશભાઇ ભાયાણી, સૌરાષ્ટ્ર વિકાસ પરિસાદના ઉપપ્રમુખ જીમ્મીભાઇ અડવાણી, તંત્રી પરિષદના પ્રમુખ સુરેશભાઇ પરમાર, શિક્ષક સંઘના અગ્રણી વિનુભાઇ રાવલ, ટ્રાફીક પ્રશ્નોનના વિશેષજ્ઞ અતુલ જોશી ઉપસ્થિત રહેલ. મુખ્ય સંયોજક એડવોકેટ હિંમતભાઇ લાબડીયા, મહેશભાઇ મહેતા, નટવરસિંહ ચૌહાણ, અશોકભાઇ બાણુગરીયા, હસમુખભાઇ સોલંકી, મનિષભાઇ આચાર્ય, હિનાબેન કનેરીયા, લતાબેન જોશી, મધુરીકાબેન જાડેજા, જાગૃતિબેન ભટ્ટ, રસીદભાઇ કાજીએ ભાગ લીધો હતો. અંતમાં આભારવિધિ ઉપપ્રમુખ જયવંતભાઇ ચોવટીયાએ અને સમગ્ર સંચાલન મંત્રી આર. વી. સોલંકીએ કરેલ.

આ પુર્વે શહેરની બેઠક શાખા પ્રમુખ મહેશભાઇ મહેતાના અધ્યક્ષસ્થાને મળેલ. જેમાં શહેર શાખાના નવા પ્રમુખ તરીકે પ્રનંદભાઇ કલ્યાણીના નામની જાહેરાત કરાઇ હતી. મંડળના પ્રમુખ  યશવંતભાઇ જનાણીએ તેઓને તેમની ટીમની રચના કરવા અધિકૃત જાહેર કરેલા હતા. 

(3:49 pm IST)